સેટેલાઇટ નેટવર્કમાં તકલીફ આવતી જોવા મળશે

તા. ૨૪.૬.૨૦૨૨ શુક્રવાર, સંવંત ૨૦૭૮ જેઠ વદ અગિયારસ, યોગીની એકાદશી, અશ્વિની  નક્ષત્ર, સુકર્મા  યોગ, બવ   કરણ આજે  જન્મેલાંની ચંદ્ર રાશિ  મેષ (અ,લ,ઈ) રહેશે .

મેષ (અ,લ,ઈ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.
વૃષભ (બ,વ,ઉ) : જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : આવકમાં વૃદ્ધિ થાય,લોકો માં આદર પ્રાપ્ત થાય,શુભ દિન.
કર્ક (ડ,હ)            : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
સિંહ (મ,ટ) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
કન્યા (પ,ઠ,ણ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામકાજ માં સફળતા મળે.
તુલા (ર,ત) : આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : હિતશત્રુઓ થી સાવધાન રહેવું,નવા પરિચયમાં ખ્યાલ રાખવો.
ધન (ધ,ભ,ફ,ઢ): સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મકર (ખ,જ) : જમીન મકાન વાહનસુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
કુંભ (ગ,સ,શ ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,દિવસ લાભદાયક રહે.
મીન (દ,ચ,ઝ,થ): તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો,પ્રગતિ થાય.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ નેટની દુનિયામાં એક પછી એક ફ્રોડના સમાચાર પ્રાપ્ત થાય છે હજુ પણ આ વર્ષમાં આ રીતના વધુ ફ્રોડ થવાની શક્યતા રહેશે. તો બીજી તરફ અત્રે લખ્યા મુજબ કમ્યુનિકેશનની દુનિયામાં નવા સમાચાર પ્રાપ્ત થશે તે મુજબ ભારતે કમ્યુનિકેશનના ઉપયોગથી નવું સેટેલાઇટ લોન્ચ કર્યું છે. હજુ આગામી દિવસોમાં પણ કમ્યુનિકેશનની બાબતો સુરખીઓમાં રહેશે અને થોડા સમયમાં આપણે જોઈશું કે સેટેલાઇટ નેટવર્ક કે જીપીએસ સિસ્ટમ કે સેટેલાઇટ ટીવી કે રેડીઓ સિગ્નલમાં તકલીફ આવતી જોવા મળશે અને એને લગતા પ્રશ્નો ખડા થતા જોવા મળશે. બુધ મહારાજ પોતાની રાશિ તરફ ધીમે ધીમે પ્રયાણ કરી રહ્યા છે જેની થોડી સારી અસર વ્યાપાર, શેરબજાર અને આયાત નિકાસ પર થતી જોવા મળશે જો કે અગાઉ લખ્યા મુજબ અંગારક યોગની વિપરીત અસર અફઘાનિસ્તાનમાં થયેલા ભૂકંપથી લઈને અનેક જગ્યાએ નોંધવામાં આવી છે વળી આ સમયમાં બે દેશ વચ્ચે સંઘર્ષ વધતો જોવા મળે. ભારત માટે પણ બાહ્ય અને આંતરિક શાંતિ જાળવવી પડકારરૂપ બને. આગામી દિવસોમાં સિંગલ યુસ પ્લાસ્ટિક પર પ્રતિબંધ આવી રહ્યો છે તે આવકારવા જેવી ઘટના છે માનવજાત તેની નવી પેઢીને કૈક સારું પ્રદાન કરી શકે તેવી કેટલીક ઘડી જીવનમાં આવતી હોય છે જો આપણે સિંગલ યુસ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મુકીશું તો આવનારી પેઢી માટે આશીર્વાદરૂપ બનશે.