ચંદ્ર અને રાહુ બંને ભરણી નક્ષત્રમાંથી પસાર થઇ રહ્યા છે

તા. ૨૫.૬.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૮ જેઠ વદ બારસ, ભરણી  નક્ષત્ર, દ્યુતિ યોગ, કૌલવ   કરણ આજે  સાંજે ૫.૦૪ સુધી જન્મેલાંની ચંદ્ર રાશિ  મેષ (અ,લ,ઈ) ત્યારબાદ વૃષભ (બ,વ,ઉ) .

મેષ (અ,લ,ઈ) : તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો,પ્રગતિકારક દિવસ રહે.
વૃષભ (બ,વ,ઉ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
મિથુન (ક,છ,ઘ) : વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે..
કર્ક (ડ,હ)           : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) :  વેપારીવર્ગ ને સારું રહે,નવી દિશાઓ ખુલતી જણાય,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,દાન ધર્મ કરી શકો,શુભ દિન.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવામાં ધ્યાન રાખવું,મધ્યમ દિવસ.
મકર (ખ ,જ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.
કુંભ (ગ ,સ,શ ) :    કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ મિયામીમાં પેસેન્જર ભરેલું પ્લેન ક્રેશ લેન્ડ થવા સાથે અગનજ્વાળામાં પલટાઈ ગયું હતું જે વિષે અનેક વાચકો એ તુર્તજ મેસેજ દ્વારા જાણ પણ કરી. મંગળ મહારાજ રાહુ સાથે મેષ રાશિમાં યુતિ કરવા જઈ રહ્યા છે ત્યારે આવી અનેક ઘટનાઓ નોંધાઈ રહી છે જે વિષે હું અત્રે લખી ચુક્યો છું. હજુ આગામી દિવસોમાં પણ આગજનીની ઘટનાઓથી સાવચેત રહેવું પડે અને હવાઈ જહાજ બાબતે પણ અકસ્માતનો ભય રહે તેવા સંકેતો ગોચર ગ્રહો આપી રહ્યા છે તો બીજી તરફ શનિ મહારાજ વક્રી ચાલે રાજનીતિમાં ઉથલપાથલ કરી રહ્યા છે. ચંદ્ર અને રાહુ બંને ભરણી નક્ષત્રમાંથી પસાર થઇ રહ્યા છે. ભરણી નક્ષત્રમાં જન્મેલા લોકોની રાશિ મેષ હોય છે મેષનો સ્વામી મંગળ ગ્રહ છે,. આ નક્ષત્રનો સ્વામી શુક્ર છે. એવામાં આ નક્ષત્રમાં જન્મેલા જાતકો પર મંગળ અને શુક્રનો પ્રભાવ હોય છે. જે કાર્યથી સાહસી, નીડર અને આનંદ માં રહેનાર બનાવે છે. ભરણી નક્ષત્રના મિત્રો સ્વભાવે લહેરી હોય પણ કોઈ છંછેડે તો મંગળનું રૌદ્ર રૂપ લેતા વાર નથી લગતી. હાલ ભરણી નક્ષત્રમાં રાહુ લાંબો  સમય રહેવાના છે માટે રાહુને ભરણી નક્ષત્રના મંગળ શુક્રનો રંગ લાગે છે અને એ રીતે તેઓ મંગળ અને શુક્ર આધારિત પરિણામ આપતા જોવા મળે છે.