૩૦ જૂનથી અષાઢી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થશે

તા. ૨૮.૬.૨૦૨૨ મંગળવાર, સંવંત ૨૦૭૮ જેઠ વદ અમાસ, દર્શ અમાસ, મૃગશીર્ષ  નક્ષત્ર, ચતુષ્પાદ    કરણ આજે   જન્મેલાંની ચંદ્ર રાશિ મિથુન (ક,છ,ઘ)  રહેશે 

મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
કર્ક (ડ,હ)           : વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.
સિંહ (મ,ટ) :  આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે.
તુલા (ર,ત) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્દિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,પ્રગતિકારક દિવસ.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): જાહેરજીવનમાં સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.
કુંભ (ગ ,સ,શ ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ મંગળ અને રાહુનો અંગારક યોગ શરુ થઇ ચુક્યો છે અને છેલ્લા થોડા દિવસથી આપણે તેની અસરો પણ નિહાળી રહ્યા છીએ. ૨ જુલાઈને શનિવારના રોજ બુધ મહારાજ પોતાની રાશિ મિથુનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેની શુભ અસર વ્યાપાર, આયાત નિકાસ અને શેરબજાર પર જોઈ શકાશે. સોનામાં પણ થોડી ચમક આવતી જોવા મળશે. આજરોજ મંગળવારને દર્શ અમાસ છે કાલે પણ અમાસનો ભાગ હોવાથી બુધવારી અમાસ પણ થશે જેનું સાધના માર્ગે વિશેષ મહત્વ છે. ગુરૃવારને ૩૦ જૂનથી અષાઢ માસ શરુ થશે અને અષાઢી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થશે. ૧ જુલાઈને અષાઢી બીજ આવી રહી છે ભગવાન જગન્નાથ રથયાત્રા આવી રહી છે. ૩૦ જુન થી ગુપ્ત નવરાત્રી શરુ થાય છે.અષાઢ મહિનાના સુદ પક્ષના શરૂઆતના નવ  દિવસને ગુપ્ત નોરતા કહેવામાં આવે છે કેમ કે, તેમાં ગુપ્ત રૂપથી શિવ અને શક્તિની ઉપાસના કરવામાં આવે છે. સાથે જ દશ મહાવિદ્યાઓની પણ સાધના કરી શકાય છે. આ નોરતા ખાસ કરીને ગુપ્ત સિદ્ધિઓ મેળવવાનો સમય છે. સાધના માર્ગે ચાલનારા મિત્રો મહા માસની અને અષાઢ માસની નવરાત્રીનો વિશેષ લાભ લે છે કેમ કે આ સમયમાં અવકાશમાં થી એવા તરંગો પ્રાપ્ત થાય છે કે જેથી દેવી આરાધનાને બળ મળે.