કૃષ્ણ પરમાત્મા અને બલદેવજીની લીલાઓ સમજવાથી કાર્યસિદ્ધિ પ્રાપ્ત થાય છે

તા. ૨૯.૬.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૮ જેઠ વદ અમાસ, આર્દ્રા  નક્ષત્ર, વૃદ્ધિ યોગ, કિંસ્તુઘ્ન  કરણ આજે   જન્મેલાંની ચંદ્ર રાશિ મિથુન (ક,છ,ઘ)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો,આનંદ દાયક દિવસ.
કર્ક (ડ,હ)           : નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે,દિવસ એકંદરે સારો રહે.
સિંહ (મ,ટ) :  નવા લોકો સાથે મળવાનું બને,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : પરિવાર સાથે સમય વિતાવી શકો,આનંદ માણી શકો ,શુભ દિન.
તુલા (ર,ત) : તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય,કામ માં સફળતા મળે.
વૃશ્ચિક (ન ,ય ) : મનોમંથન કરી શકો,પોઝિટિવ વિચારો થી લાભ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા અંદરૂની મામલા નિપટાવી શકો,દિવસ સફળ રહે.
મકર (ખ ,જ ) :  કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે,વાણી માં સંયમ રાખવો.
કુંભ (ગ ,સ,શ ) : વિદ્યાર્થીવર્ગને સારું રહે,ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): કોર્ટ કચેરીમાં રાહત મળે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

તા.૧લી જુલાઈને શુક્રવારના રોજ આષાઢી બીજ આવી રહી છે આ દિવસે પુષ્ય નક્ષત્ર છે. ભારતવર્ષમાં રથયાત્રા ઉત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. રથયાત્રા વિષે શાસ્ત્રોમાં અનેક કથાઓ પ્રચલિત છે અને લોકો સાથે આ કથાઓ ભાવપૂર્વક જોડાયેલી છે. જગન્નાથ પુરી રથયાત્રા માટે બલરામજી , શ્રી કૃષ્ણ અને દેવી સુભદ્રા માટે ત્રણ અલગ-અલગ રથ બનાવવામાં આવે છે. રથયાત્રામાં બલરામજીનો રથ સૌથી આગળ હોય છે, ત્યારબાદ મધ્યમાં દેવી સુભદ્રાનો રથ અને સૌથી પાછળ ભગવાન જગન્નાથ શ્રી કૃષ્ણનો રથ હોય છે. આ રથોને તેમના રંગ અને ઊંચાઈ દ્વારા ઓળખી શકાય છે. રથયાત્રાના ઘણા ઊંડા આશય છે જે ભક્તિમાર્ગે ઊંડા ઉતર્યા પછી સમજાય છે. આ દિવસ અતિ પવિત્ર છે અને કૃષ્ણ પરમાત્મા અને બલદેવજીની ભક્તિ માટેનો શ્રેષ્ઠ દિવસ છે. બંનેના અવતારકાર્ય ને સમજવામાં રથયાત્રા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ દિવસે કૃષ્ણ પરમાત્માના મંત્ર સિદ્ધ કરી શકાય છે અને હળધર શ્રી દાઉજી બળદેવજીના મંત્ર પણ સિદ્ધ કરી શકાય છે. બળદેવજીનું અવતાર કાર્ય સમજવાથી જીવનમાં નવું સાહસ અને બળ પ્રગટે છે વળી કૃષ્ણ પરમાત્મા અને બલદેવજીની લીલાઓ સમજવાથી કાર્યસિદ્ધિ પ્રાપ્ત થાય છે.