અમરેલી, ખાંભા લીલીયાનાં ગામોમાં એક ઇંચ વરસાદ

અમરેલી,
અમરેલી જિલ્લામાં આજે છુટા છવાયા ઝાપટાથી એક ઇંચ વરસાદ સાથે મેઘરાજાએ અષાઢી બીજના સુકન સાચવ્યા હતા. અમરેલી જિલ્લામાં અસહય ઉકળાટ બાદ આજે બપોરના વાતાવરણમાં પલ્ટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અમરેલી શહેરમાં બપોરના 2:15 કલાકે વીજળીના કડાકા ભડાકા સાથે ધીમીધારે એક ઇંચ જેવો વરસાદ પડયો હતો જયારે ખાંભામાં પણ એક ઇંચ વરસાદ પડયો હતો છેલ્લા પંદરભી દિવસથી અસહય ગરમી અને ઉકળાટ બાદ સારો વરસાદ પડી જવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ખેડુતો અને નાગરીકોના હૈયે ઠંડક વર્તાઇ હતી ધરતીપુત્રોના વાડી ખેતરમાં વાવેતર કરેલ કપાસ અને મગફળીના પાકોને જીવનદાન મળેલ છે લીલીયા તાલુકાના હાથીગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પોણા ચાર વાગ્યાથી એક કલાક દરમિયાન ધીમી ધારે એકાદ ઇંચ વરસાદ જયારે રાજુલા, સાવરકુંડલા, લાઠીના અકાળા અને જાફરાબાદમાં વરસાદના હળવા ભારે ઝાપટા પડયા હતા.