જાફરાબાદ નજીક વઢેરામાં હત્યાના બનાવના પગલે પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ અને ફલેગ માર્ચ યોજાઇ

જાફરાબાદ ,જાફરાબાદ ના વઢેરા ગામ ખાતે બનમાં પામેલ મર્ડર ના બનાવવા અનુસંધાને જાફરાબાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી તારીખ 29મી જૂન 2022 ના રોજ સાંજના સમયે જાફરાબાદ તેમજ જાફરાબાદ મરીન તેમજ પીપાવાવ મરીન તેમજ ખાંભા અને રાજુલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ અધિકારીશ્રીઓ તેમજ 100 થી વધુ પોલીસ સ્ટાફ સાથે ટાઉન વિસ્તારમાં મહત્વની ફૂટ પેટ્રોલિંગ ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું . આ આયોજન જિલ્લાના પોલીસ વડા શ્રી હીમકર સિંગ ની સીધી સુચનાથી કરવામાં આવ્યું. શહેરના હિન્દુ મુસ્લિમ કોળી ખારવા સમાજના રહેણાક વિસ્તારો માંથી તેમજ વ્યાપારિક બજારો વચ્ચેથી ફ્લેગમાર્ચ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.ગીરીરાજ ચોક ટાવર ચોક બંદર ચોક કામનાથ મહાદેવ મેઇન બજાર નવઘરા બજાર કોળીવાડ તુર્કી મહોલ્લા, ભાડેલા , નેસડી જેવા વિસ્તારોમાંથી ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું.