સ્વરા ભાસ્કરની ફરિયાદ બાદ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી

  • અભિનેત્રી સ્વરા ભાસ્કરને જાનથી મારી નાંખવાની ધમકી મળી

    અભિનેત્રી સ્વરા ભાસ્કરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સ્વરા ભાસ્કરને આ ધમકી એક પત્રના માધ્યમથી મળી છે. ધમકી મળ્યા બાદ મુંબઇ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ જાણકારી એક અધિકારીએ બુધવારના આપી છે. અધિકારીએ કહૃાું કે, પત્ર અભિનેત્રીના વર્સોવા સ્થિત આવાસ પર મોકલવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, પત્ર મળ્યા બાદ સ્વરા ભાસ્કરે બે દિવસ પહેલા વર્સોવા પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો અને અજ્ઞાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે અમે અજ્ઞાત વ્યક્તિઓ સામે એક નોન-કોગ્નીઝેબલ ગુનો નોંધ્યો છે. તેમણે કહૃાું તપાસ ચાલી રહી છે. હિન્દૃીમાં લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે દૃેશના યુવા વીર સાવરકરનું અપમાન સહન કરશે નહીં.