એક વર્ષમાં દેશ વિરુદ્ધ કામ કરતી 747 વેબસાઈટ, 94 યુટ્યુબ ચેનલો બંધ કરાવતા કેન્દ્રીયમંત્રી શ્રી અનુરાગ ઠાકુર

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આજે કહ્યું કે 2021-22માં મંત્રાલયે દેશના હિતની વિરુદ્ધ કામ કરતી યુટ્યુબ ચેનલો સામે કડક કાર્યવાહી કરી છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે મંત્રાલયે 94 યુટ્યુબ ચેનલ્સ, 19 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને 747 યુઆરએલ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને તેમને બ્લોક કર્યા છે. આ કાર્યવાહી કલમ 69છ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 હેઠળ કરવામાં આવી છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નકલી સમાચાર ફેલાવીને અને ઈન્ટરનેટ પર દુષ્પ્રચાર ફેલાવીને દેશની સાર્વભૌમત્વ વિરુદ્ધ કામ કરતી એજન્સીઓ સામે સરકારે કડક કાર્યવાહી કરી છે.