અમરેલીમાં વાહનોના બનાવટી દસ્તાવેજો દ્વારા છેતરપીંડી કરી

અમરેલી,અમરેલી તથા રાજસ્થળી ગામે તા.6/6/22 થી તા.7/6/22 દરમિયાન ઓશન એન્ટરપ્રાઇઝના માલીકો તથા વહી વટકર્તાઓ તથા તપાસ દરમિયાન જેમની ગુન્હાહીત ભુમીકાઓ જણાય આવે તે તમામ આરોપીઓએ ગુન્હાહીત કવાતરુ રચી આર્થીક ફાયદો મેળવવા સમાન હેતુ પાર પાડવાના ઇરાદે રેતીની રોયલ્ટીની સરકારને કાયદેસર આવક થાય છે તેમા નુકસાન પહોંચાડવાના ઇરાદે અમરેલી સીટી પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રહેલ ડમ્પર જીજે 04 યુ 9855 માં બીજા નંબર પ્લેટવાળુ બનાવટી વાહન ઉભુ કરી ખોટા દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી સરકાર સાથે છેતરપીંડી કર્યાની વુમન હે.કોન્સ.ચંદ્રીકાબેન ડેરે અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જયારે અમરેલી રૂરલ પોલીસ કસ્ટડીમાં રહેલ જીજે 16 એકસ 6937 બીજા નંબર પ્લેટવાળુ બનાવટી વાહન ઉભુ કરી ખોટા દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી સરકાર સાથે છેતરપીંડી કર્યાની વુમન હે.કોન્સ.પારૂલબેન ગાલોલીયાએ અમરેલી રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ