બાયકોટ ટ્રેન્ડની મજાક ઉડાવવી તાપસી પન્નુને ભારે પડ્યું

તાપસી પન્નુના ટેલેન્ટના મામલે ફિલ્મ ઈન્સ્ટ્રીમાં અને તેના ફેન્સમાં કોઈ શંકા નથી પરંતુ ગત શુક્રવારે તાપસીની રિલીઝ થયેલી વર્ષ ૨૦૧૮ની સ્પેનિશ ફિલ્મ ’મિરેજ’ ની રીમેક ફિલ્મ ’દૃો બારા’ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઈ છે. આ ફિલ્મને અનુરાગ કશ્યપે ડિરેક્ટ કરી છે અને તેને એકતા કપૂર, સુનિર ખેતરપાલ અને ગૌરવ બોઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મને પહેલા વીકેન્ડમાં ઓડિયન્સ તરફથી ખૂબ જ ઠંડો રિસ્પોન્સ મળ્યો છે અને રિલીઝના પહેલા ત્રણ દિવસમાં તાપસીની ફિલ્મે લગભગ રૂપિયા ૩ કરોડની આસપાસનો બિઝનેસ કર્યો છે અને સોમવારે ઓડિયન્સ નહિ મળવાને કારણે, આ ફિલ્મના અનેક શો કેન્સલ કરવામાં આવ્યા હતા. હકીકતમાં થોડા દિવસ અગાઉ, તાપસીએ છેલ્લા ૨ મહિનાથી બોલિવૂડ એક્ટર્સ અને તેમની ફિલ્મો પ્રત્યે ગુસ્સે ભરાયેલા લોકોએ શરુ કરેલા બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડની મજાક ઉડાવી હતી. અનુરાગ કશ્યપે એક ઈન્ટરવ્યૂ દરમિયાન બોયકોટ ટ્રેન્ડની મજાક ઉડાવતા કહૃાું હતું કે, મને લાગે છે કે મને અલગ રાખવામાં આવી છે. હું પણ ઈચ્છું છું કે, મારી ફિલ્મને પણ બોયકોટ કરવામાં આવે. મહેરબાની કરીને મારી ફિલ્મને બોયકોટ ટેગ સાથે ટ્વીટર પર ટ્રેન્ડ કરો. તો તેની સાથે જ, તાપસીએ હસતા-હસતા કહૃાું હતું કે, પ્લીઝ, બોયકોટ દૃોબારાને ટ્રેન્ડ કરો અને અમે ટ્વીટર પર ટ્રેન્ડ થઈએ તેવું ઈચ્છીએ છીએ. છેલ્લા એક મહિનાના ગાળામાં તાપસીની આ બીજી ફિલ્મ રિલીઝ થઈ છે. અગાઉ તાપસીની ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજના જીવન પર આધારિત ફિલ્મ’ શાબાશ મીઠ્ઠુ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પણ નિષ્ળ રહી હતી અને એક અઠવાડિયામાં જ ફિલ્મને દૃેશના ૯૫% થીયેટર્સમાંથી ઉતારી દૃેવાની ફરજ પડી હતી. તાપસી અને અનુરાગ કશ્યપએ બોયકોટ ટ્રેન્ડની ઉડાવેલી મજાક ભવિષ્યમાં પણ ભારે પડે તેવી શક્યતા છે કારણકે, બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડની સાથે લોકોનો ગુસ્સો ક્યારે શાંત થશે તે તો ભગવાન જ જાણે…