ભારતમાં ડ્રગ્સ પકડાવાનો સિલસિલો ખતમ થતો નથી

તા. ૨૨.૯.૨૦૨૨ ગુરુવાર, સંવંત ૨૦૭૮ ભાદરવા વદ બારસ, આશ્લેષા  નક્ષત્ર, શિવ યોગ, કૌલવ    કરણ આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ કર્ક (ડ,હ)   રહેશે.
મેષ (અ,લ,ઈ) : પરિવાર સાથે આનંદ માણી શકો,મુસાફરી થાય,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મિથુન (ક,છ,ઘ) :  તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ)            : આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.
સિંહ (મ,ટ) :  વાદ વિવાદ થી દૂર રહેવું,મતભેદ નિવારવા સલાહ છે,મધ્યમ દિવસ.
કન્યા (પ ,ઠ ,ણ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
તુલા (ર,ત)  વેપારીવર્ગ ને મધ્યમ રહે ,નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
ધન (ધ,ભ,ફ,ઢ ): દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.
મકર (ખ,જ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) :તબિયતની કાળજી લેવી,વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,શુભ દિન.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ એક પછી એક ડ્રગ્સ કન્સાઇન્મેન્ટનો ખુલાસો થતો જાય છે અને ભારતમાં ડ્રગ્સ પકડાવાનો સિલસિલો ખતમ થતો નથી જે આપણી આંતરિક સ્થિતિ માટે સારી બાબત નથી. અગાઉ લખ્યા મુજબ ઘણા દેશ પોતાની વિદેશનીતિ બદલી રહ્યા છે અને રશિયા અને પાકિસ્તાન નજીક આવી રહ્યા છે જે અત્રે લખી ચુક્યો છું. આ ઉપરાંત ખાસ ચિંતાજનક બાબત જે મેં અત્રે અગાઉ ઘણીવાર લખી છે કે ભારતના શિરમોર નાગરિકો અને યુવાધન કોઈને કોઈ કારણસર દેશ છોડી રહ્યા છે. ભારતનો બુદ્ધિજીવી વર્ગ, યુવાધન અને ધનિક લોકો રીતસર વિદેશ જવા ઘસારો કરી રહ્યા છે જે આમ તો ગ્લોબલ વિલેજની વ્યાખ્યામાં ફિટ બેસતી વસ્તુ છે પણ તેની માઠી અસર ભારતવર્ષ પર પડી શકે એમ છે જે બાબતે પગલાં લેવા ઘટે. ગોચર ગ્રહોની વાત કરીએ તો કર્મસ્થાનની રાશિ મકરમાં વક્રી ચાલી રહેલા શનિ મહારાજ કેટલાક ઉદ્યોગમાં મંદીની આહટ લાવી રહ્યા છે તો બીજી તરફ વૃષભમાં મંગળ ખાવા પીવાની ચીજ વસ્તુઓને મોંઘી બનાવી રહ્યા છે જે સ્થિતિ આવતા ફેબ્રુઆરી સુધી જોવા મળી શકે છે. રાજા સૂર્ય મહારાજ મુદ્રાના સ્વામી બુધ સાથે કન્યા માં હોય નાણાકીય તપાસો વધતી જોવા મળશે વળી લોન બાબત નવા નિયમ અને કડકાઈ આવતી જોવા મળશે અને લોન બહુ આસાનીથી મળતી તેની જગ્યાએ કેટલાક નિયમમાં થી પસાર થવાનું આવી શકે તેવા સંકેત ગ્રહો આપી રહ્યા છે.