સાગર પરિક્રમાયાત્રા અંતર્ગત શ્રી રૂપાલા 24 મી એ જાફરાબાદમાં

અમરેલી,
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ, ડેરી અને પશુપાલન વિભાગના કેબીનેટ મંત્રી શ્રી પરસોતમ રૂપાલાની પ્રેરણાથી માછીમારોના સર્વાગી વિકાસના સંકલ્પ સાથે માછીમારોના કલ્યાણ સેવા યજ્ઞ માટે સમર્પિત સતત કાર્યશીલ ભારત સરકાર દ્વારા સાગર પરિક્રમા યાત્રા અંતર્ગત આજે તા.22 ના માંગરોળથી શ્રી રૂપાલાની યાત્રા શરૂ થશે અને તા.24 ના સાંજે 4:30 વાગ્યે જાફરાબાદના કામનાથ મંદિર પાસેના મેદાનમાં સાગર પરિક્રમા યાત્રા યોજાશે જેમાં ભારત અને ગુજરાત સરકારની મત્સ્ય ઉદ્યોગ સબંધી કલ્યાણકારી યોજનાના લાભો માછીમારોને હાથો હાથ રૂબરૂ પહોંચાડાશે. આ કાર્યક્રમમાં અધ્યક્ષપદે શ્રી પરસોતમ રૂપાલા રહેશે તથા ભારત સરકારના મત્સ્ય પાલન પશુપાલન અને ડેરી વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ડો. સંજીવકુમાર બાલીયાન તથા મત્સ્ય પાલન પશુપાલન ડેરી અને સુચના પ્રસારણ મંત્રાલયનાં રાજ્યકક્ષાના મંત્રી ડો. એલ. મુરૂગન તથા ગુજરાત સરકારના મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરી, જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી આર.સી. મકવાણા, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ભારત સરકારના મત્સ્ય પાલન સચિવ શ્રી જે.એન. શ્ર્વેન અને ધારાસભ્ય શ્રી પરેશભાઇ ધાનાણી, શ્રી અંબરીડભાઇ ડેર, શ્રી પ્રતાપ દુધાત, શ્રી જે.વી. કાકડીયા, શ્રી વિરજીભાઇ ઠુંમર ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ માટે જાફરાબાદ માછીમાર સમાજના અગ્રણી શ્રી કનૈયાલાલ સોલંકી દ્વારા તડામાર તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. શ્રી રૂપાલા તા.22 ના માંગરોળથી આ યાત્રાનો પ્રારંભ કરશે તેઓ માંગરોળથી વેરાવળ ત્યાંથી સોમનાથ, વેરાવળથી મુળ દ્વારકા, મુળ દ્વારકાથી માઢવાડ અને ત્યાંથી ઘોઘલા ત્યાંથી વણાંકબારા અને રાત્રે દિવ આવી પહોંચશે 24 મી એ સવારે દિવથી પીપાવાવ જેટીએ આવશે પીપાવાવ જેટીથી શિયાળબેટ જશે અને ત્યાં માછીમારોને મળશે અને ત્યાંથી જાફરાબાદના કામનાથ મહાદેવ પાસે સમુહલગ્ન ગ્રાઉન્ડમાં સાગર પરિક્રમા યાત્રા તેમના અધ્યક્ષપદે યોજાશે જાફરાબાદથી તેઓ હજીરા ત્યાંથી ચોર્યાસી ભટલાઇ અને હજીરા ત્યાંથી દમણ નાની મોટી, ડોડીયાપાડા જશે.