લાઠીમાં ફોરેસ્ટરની ખોટી ઓળખ આપી રૂા. 18,400ની મતા સહિતની લુંટ ચલાવી

અમરેલી, લાઠીના ભાવનગર રાજકોટ હાઇવે રોડ ઉપર મહાદેવ હોટલ પાસે કાલાવડ તાલુકાના વડાળા ગામના હરસુખભાઇ ધીરૂભાઇ રાઠોડ ઉ.વ.22 બપોરના 11:45 કલાકે પોતાનું બાઇક જીજે 10 ડીસી 5455 લઇને નીકળતા તેમની પાછળ બાઇક લઇને કોઇ અજાણ્યો શખ્સ આવી હરસુખભાઇ પાસે કબુતર હોય જે પ્રશ્ર્ને ધમકાવી ફોરેસ્ટર તરીકેની ખોટી ઓળખ આપી ગાળો બોલી રોકડ રૂા.400 તથા વિવો કંપનીનો મોબાઇલ રૂા.3000 અને સ્પ્લેન્ડર બાઇક રૂા.15 હજાર મળી કુલ રૂા.18,400ની લુંટ ચલાવી નાસી ગયાની લાઠી પોલીસમાં ફરિયાદ