૩૦ નિવૃત્ત IPS અધિકારીઓએ અરિંવદ કેજરીવાલ વિરુદ્ધ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલના ગુજરાતના ધક્કા વધી ગયા છે. ત્યારે ગત અઠવાડિયે અરિંવદ કેજરીવાલ જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે એક રિક્ષા ચાલકના ઘરે ભોજન કર્યું હતું અને તેની જ રિક્ષામાં બેસીને ઘાટલોડિયાના દૃંતાણી નગરમાં રીક્ષા ચાલકના ઘરે તેની જ રીક્ષામાં દિલ્હીના મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલ પહોંચ્યા હતા. આ પહેલાં હોટલ તાજ સ્કાઈલાઈન ખાતે પ્રોટોકોલને કારણે તેમને રીક્ષામાં બેસતા રોકતા પોલીસ સાથે બબાલ થઈ હતી. કેજરીવાલે લેખિતમાં સુરક્ષાને લઈ અને બાહેધરી આપી હતી અને રીક્ષામાં ત્યાંથી પોલીસ એસ્કોર્ટ સાથે ઘાટલોડિયા રીક્ષાચાલકના ઘરે પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો એકઠા થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે કેજરીવાલને કોર્ડન કરીને લઈ ગયા ત્યારે લોકોની ભીડે તેમને ધક્કે ચડાવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોની ભીડ બેકાબૂ બનતાં થોડીવાર માટે ઘર્ષણ થયું હતું. જેને લઇને ૩૦ નિવૃત્ત IPS અધિકારીઓએ અરિંવદ કેજરીવાલ વિરુદ્ધ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. આ પત્રમાં અમદાવાદમાં રિક્ષા સવારી દરમિયાન અરિંવદ કેજરીવાલે પોલીસ અધિકારીઓ સાથે કરેલી ગેરવર્તણૂકનો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દિલ્લીના મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલના નિવેદનથી પોલીસ વિભાગમાં દૃુ:ખની લાગણી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ દિલ્હી અને પંજાબની સત્તારૂઢ આમ આદમી પાર્ટી (છછઁ) ની માન્યતા રદ કરવા અંગે ૫૦ થી વધુ નિવૃત્ત અમલદારોએ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. ૫૬ ભૂતપૂર્વ સનદી અધિકારીઓએ ભારતના ચૂંટણી પંચ (ઈઝ્રૈં) ને પત્ર લખીને ’ચૂંટણીલક્ષી લોકશાહીનો નાશ કરવા’ માટે આમ આદમી પાર્ટીની માન્યતા પાછી ખેંચવાની માંગ કરી છે. આ ભૂતપૂર્વ સનદી અધિકારીઓએ ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અને છછઁ કન્વીનર અરિંવદ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલી ’અસંતુલિત અને વિવાદાસ્પદ’ ટિપ્પણી તરફ ધ્યાન દૃોર્યું હતું. ભૂતપૂર્વ અમલદારોએ મુખ્ય ચૂંટણી કમિશનરને આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરવા વિનંતી કરી છે કારણ કે તેના નેતા અરિંવદ કેજરીવાલે તાજેતરમાં ગુજરાતમાં સરકારી અધિકારીઓને લાલચ આપવાનો કથિત પ્રયાસ કર્યો હતો જેથી પાર્ટીને વિધાનસભાની ચૂંટણીમાં ફાયદૃો થઈ શકે. ભૂતપૂર્વ સનદી અધિકારીઓએ પત્રમાં જણાવ્યું હતું કે, છછઁ ના કન્વીનર અને વર્તમાન મુખ્યમંત્રી તરફથી આવી ભડકાઉ ટિપ્પણીઓ રાજ્યની સંસ્થાઓ અને વાલીઓ પરના લોકોના વિશ્ર્વાસને નિ:શંકપણે નબળી પાડે છે. જન પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૬છ અને ૧૨૩ ટાંકીને, તેમણે કહૃાું કે છછઁ ભ્રષ્ટ વ્યવહારમાં સામેલ છે અને તેના કન્વીનરની અપીલચૂંટણીની લોકશાહીને નષ્ટ કરી રહી છે અને જાહેર સેવાને નબળી પાડે છે.