તિક રોશને ફાલ્ગુની પાઠક સાથે જોરદાર ગરબા કર્યાં, ડાન્સ જોઈ ક્રેઝી થયા ફેન્સ

તિક રોશન પોતાની ફિલ્મ ’વિક્રમ વેધા’ને લઇ ચર્ચામાં છે. ફિલ્મ ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ થઇ જે ઘણા દિવસોથી ચર્ચામાં હતી. ફિલ્મમાં તિક સાથે સેફ અલી ખાન પણ જોવા મળી રહૃાો છે. બંનેએ ફિલ્મમાં શાનદાર એક્ટિંગ કરી છે. એક બાજુ વિક્રમ વેધા બોક્સ ઓફિસ પર છવાયેલી છે તો બીજી તરફ તિક-સેફ ફિલ્મનું ખુબ પ્રોમોશન કરી રહૃાા છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર તિક રોશનનો એક વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઈ રહૃાો છે. જેમાં ગરબા ક્વીન, ડાન્સિંગ સેન્સેશન અને ખુબ સારી સિંગર ફાલ્ગુની પાઠક સાથે સ્ટેજ પર ગરબા રમતો જોવા મળી રહૃાો છે. તમને જણાવી દઈએ કે બોલિવૂડના ગ્રીક ગોડ હોવા ઉપરાંત તિક રોશન પોતાની કિલર ડાન્સિંગ સ્કિલ્સ અને સારી એક્ટિંગ માટે જાણીતો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તિકે ફરી એકવાર પોતાના ચાહકોને ડાન્સિંગ સ્કિલ્સથી મંત્રમુગ્ધ કરી દીધા છે. ગરબા કરતી વખતે તેની સ્ટાઈલ અને ડાન્સ સ્ટેપ્સ ખૂબ જ સારા હતા. ફાલ્ગુની પાઠક સાથે તિકની આ ગરબા સ્ટાઈલ બધાને પસંદ આવી રહી છે. વીડિયોમાં તિકનો નવરાત્રી જોશ અને ઉત્સાહ જોતા જ બની રહૃાો છે. વીડિયોમાં તિક ડેનિમ જીન્સ અને સફેદ ઓપન શર્ટમાં જોવા મળી રહૃાો છે. ત્યારે ફાલ્ગુની ગ્રીન આઉટફિટમાં જોવા મળી રહી છે. હવે વાત કરીએ તિકની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ’વિક્રમ વેધા’ની, જેનું નિર્દૃેશન દિગ્દર્શક પુષ્કર-ગાયત્રીએ કર્યું છે. ફિલ્મમાં તિક-સૈફ ઉપરાંત રોહિત સરાફ અને રાધિકા આપ્ટે પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મે રિલીઝના ચોથા દિવસે લગભગ ૫૦ કરોડની કમાણી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે ’વિક્રમ વેધા’ બાદ હવે રિતિક આગામી દિવસોમાં ફિલ્મ ફાઈટરમાં દીપિકા પાદૃુકોણ સાથે જોવા મળશે. આ ફિલ્મ સિવાય તિક ક્રિશ ૪માં પણ જોવા મળશે.