સીને જગતની ઝાકઝમાળમાં ઓટ આવતી જોવા મળે

તા. ૫.૧૦.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૮ આસો સુદ દશમ, શ્રવણ  નક્ષત્ર,વિજયાદશમી, સુકર્મા    યોગ, વણિજ  કરણ આજે   જન્મેલાંની  ચંદ્રરાશિ મકર (ખ,જ)  રહેશે .

મેષ (અ,લ,ઈ) : વિચારોનું આદાન પ્રદાન કરી શકો,મનોમંથન કરી શકો.
વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,ધાર્યા કામ પર પડી શકો.
મિથુન (ક,છ,ઘ) : ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે,મિત્રોની મદદ મળી રહે.
કર્ક (ડ,હ)           : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે,શુભ દિન.
સિંહ (મ,ટ) :  નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.
કન્યા (પ ,ઠ ,ણ ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે.
તુલા (ર,ત) :   તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો,દિવસ શુભ રહે.
મકર (ખ ,જ ) : તમારી જાતને સમજવાની તક મળે,એકાંત થી લાભ થાય.
કુંભ (ગ ,સ,શ ) : વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે,દિવસ મધ્યમ રહે.
મીન (દ ,ચ ,ઝ ,થ): મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો,આનંદદાયક દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

ભોગ વિલાસ, આનંદ-પ્રમોદ અને કલા-શૃંગારના ગ્રહ શુક્ર મહારાજ ૨ ઓક્ટોબરથી ૨૦ નવેમ્બર સુધી સૂર્યની નજીક હોવાથી અસ્તના બની રહ્યા છે. અસ્તના ગ્રહ વિષે અત્રે લખેલું કે રાજા સૂર્ય કોઈ ચોક્કસ વિશિષ્ઠ કામ માટે જયારે ગ્રહને નજીક લે છે ત્યારે તે પોતાના મૂળ કાર્ય પર કાપ મૂકી ને રાજા સૂર્યના કામમાં લાગી જાય છે માટે આ દિવસોમાં શુક્ર અસ્તના હોય તેને લગતી બાબતમાં થોડી ઝાંખપ જોવા મળે આ સમયમાં થતા મોટા સ્ટેજ પ્રોગ્રામ ફિક્કા પડતા કે એમાં કોઈ તકલીફ પડતી જોવા મળે. સીને જગત ને શો બિઝનેસની ઝાકઝમાળમાં ઓટ આવતી જોવા મળે. કલા જગતના લોકો નિવૃત્તિ કે વિદાય લેતા જોવા મળે. લક્સરીએસ વસ્તુઓના વેચાણમાં થોડી કમી આવતી જોવા મળે વળી આ શુક્ર અસ્તના હોય ત્યારે ભોગ વિલાસની વસ્તુ સમજીને ખરીદવી પડે આ સમયમાં શુભ કાર્ય જેમાં ભોગ અને આનંદ શામેલ હોય તે ના કરવા જોઈએ. આજરોજ બુધવારને વિજયાદશમીનું પાવન પર્વ છે. વિજયાદશમી નું વિજય પર્વ એ માત્ર યુદ્ધમાં ભગવાન શ્રી રામજીનો રાવણ સામેના વિજયનું પર્વ નથી પરંતુ સમાજને અન્યાય પર ન્યાય, અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યના વિજયનો સંદેશ આપનારું પર્વ છે. વિજયાદશમીએ શત્રુ પર વિજયનો ઉત્સવ છે પરંતુ આ શત્રુ બહાર પણ હોઈ શકે અને આપણા મન અને વૃત્તિમાં પણ હોઈ શકે. આપણા ષડ્ રિપુ કામ,ક્રોધ,મદ,મોહ,લોભ,ઈર્ષ્યા જે આપણી અંદર જ છે તેના પર વિજય પ્રાપ્ત કરવાનો મહિમા સાચો છે માટે વિજયાદશમીના પાવન અવસર પર આપણે  જાતને પણ કસોટીની એરણ પર ચડાવવી ઘટે.