પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે પરમાણુ પ્રતિષ્ઠાનોની સુરક્ષા પર થઈ ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે યુક્રેન સંકટ પર ત્યાંના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે આ જાણકારી આપી છે. પીએમઓએ ટ્વીટ કરી કહૃાું કે પીએમ મોદીએ આજે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ટેલીફોન પર યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર ચર્ચા કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ યુદ્ધને જલદી ખતમ કરવા અને વાતચીત તથા કૂટનીતિના માર્ગ પર પરત ફરવાની જરૂરીયાત વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ એકવાર ફરી ભારતના દ્રઢ વિશ્ર્વાસને પુનરાવર્તિત કરતા કહૃાું કે સંઘર્ષનું કોઈ સૈન્ય સમાધાન ન હોઈ શકે. તેમણે ઝેલેન્સ્કીનેને કોઈપણ શાંતિ પ્રયાસોમાં યોગદૃાન માટે ભારતની તત્પરતાની માહિતી આપી હતી. પીએમ મોદીએ કહૃાું કે ભારત શાંતિના ગમે તે પ્રયાસમાં સંપૂર્ણ સહયોગ આપવા માટે હંમેશા તૈયાર છે. પ્રધાનમંત્રીએ ઝેલેન્સ્કી સાથે વાતચીતમાં સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદૃો અને બધા દૃેશોની સંપ્રભુતા અને પ્રાદૃેશિક અખંડતાનું સન્માન કરવાના મહત્વનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ આ વખતે ભાર આપ્યો કે ભારત યુક્રેન સહિત બધા પરમાણુ પ્રતિષ્ઠાનોની સુરક્ષાને મહત્વ આપે છે. તેમણે કહૃાું કે પરમાણુ પ્રતિષ્ઠાનોના ખતરામાં હોવાથી જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે દૃૂરગામી અને વિનાશકારી પરિણામ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં યુદ્ધને સાત મહિના કરતા વધુનો સમય થઈ ગયો છે અને હાલ કોઈ સમાધાન નિકળતું લાગી રહૃાું નથી. મંગળવારે રશિયન સંસદના ઉપલા ગૃહે ચાર યુક્રેની ક્ષેત્રોના વિલય સાથે જોડાયેલી સંધીઓને મંજૂરી આપી હતી. રશિયાની સંસદના ઉપલા ગૃહ ફેડરેશન કાઉન્સિલે મંગળવારે પૂર્વી દૃોનેત્સક તથા લુહાન્સ્ક અને દક્ષિણી ખેરસોન તથા જાપોરિઝ્ઝિયા ક્ષેત્રને રશિયાનો ભાગ બનાવવા સાથે જોડાયેલી સંધીઓને મંજૂરી આપવા માટે મતદૃાન કર્યું હતું. આ વચ્ચે રશિયન સૈનિકોના મૃતદૃેહ પૂર્વી યુક્રેનના મુખ્ય શહેરના રસ્તા પર જોવા મળ્યા હતા. યુક્રેનની સેના દ્વારા ઘેરવાના ડરને કારણે રશિયાના સૈનિક સપ્તાહાંતમાં લાઇમૈન શહેરથી બહાર આવી ગયા હતા. તેનાથી યુક્રેનની કાર્યવાહીને બળ મળ્યું, જે રશિયાના કબજાવાળા ક્ષેત્રો પર બીજીવાર પોતાનું નિયંત્રણ કરવા માટે સખત મહેનત કરી રહૃાાં છે.