માયા અને સંબંધોમાં થી મુક્તિ આસાન નથી હોતી!!!

તા. ૭.૧૦.૨૦૨૨ શુક્રવાર, સંવંત ૨૦૭૮ આસો સુદ બારસ, શતતારા   નક્ષત્ર, કૌલવ  કરણ આજે   જન્મેલાંની  ચંદ્રરાશિ  કુંભ (ગ ,સ,શ ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
મિથુન (ક,છ,ઘ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક દિવસ.
કર્ક (ડ,હ)       : પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
સિંહ (મ,ટ) : ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
કન્યા (પ,ઠ,ણ) : અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : સવાર બાજુ દોડધામ રહે,સાંજ ખુશનુમા વીતે,શુભ દિન.
વૃશ્ચિક (ન,ય) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો.શુભ દિન.
મકર (ખ,જ) : વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય.
કુંભ (ગ,સ,શ ) : તમે તમારી જાત સાથે રહી શકો,મનોમંથન કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય,અંતરાયો દૂર થાય.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

શુક્ર મહારાજના અસ્ત થવા પર અત્રે લખ્યું હતું કે સીને જગત સાથે સંકળાયેલા લોકો વિદાય લેતા જોવા મળે તે મુજબ તમિલ સિનેમાના જાણીતા નિર્દેશક અને ટીવી અભિનેતા લોકેશ રાજેન્દ્રને આત્મહત્યા કરી મૃત્યુલોકમાં થી વિદાય લઇ લીધી છે, હાલના સમયમાં આત્મહત્યાના બનાવ વધે તે પણ હું અત્રે લખી ચુક્યો છું આગામી લગભગ ૪૫  દિવસ સુધી  શુક્ર મહારાજ અસ્તના રહેવાના છે ત્યારે સમાજમાં એક પ્રકારની શુષ્કતા છવાતી જોવા મળે અને ૨૩ ઓક્ટોબર સુધી વક્રી ચાલી રહેલા શનિ મહારાજ કોઈને કોઈ પ્રશ્નો એવા ખડા કરે કે તેની પાછળ દોડ્યા વિના ચાલે નહિ અને જીવન યંત્રવત થતું જોવા મળે. ગોચર ગ્રહોની વાત આગળ વધારીએ તો કન્યામાં સ્વગૃહી બુધ સાથે સૂર્ય અને શુક્ર બિરાજમાન છે જે કોઈ ને કોઈ રીતે જુના ઋણ ચૂકવવા પર ભાર મૂકે છે અને આગામી સમયને ભુતકાળના ઋણાનુબંધન સાથે સાંકળે છે વળી વધુ ગ્રહો વક્રી ચાલી રહ્યા છે તે પણ વ્યક્તિને પોતાના જન્મોજન્મની સફર અને તેનું ઋણાનુબંધન સમજાવવા પ્રયત્નશીલ છે જેથી ગત જન્મના ઋણ પણ વ્યક્તિ હાલના સમયમાં અનુભવી શકતો હોય છે અને આ ઋણ કોઈ ને કોઈ સંબંધ રૂપે સામે આવી અને હિસાબ માંગે છે. કર્મના ઋણાનુબંધન માત્ર પૈસાથી નથી જોવામાં આવતા તેમાં સંબંધોની પરિભાષા અને લાગણીની અનુભૂતિ નિહિત હોય છે કોઈ વીરલો જ અધ્યાત્મ માર્ગે આગળ વધી આ જન્મોજન્મના ઋણાનુબંધન કાપી અને મુકિત મેળવી શકે છે પરંતુ આ માયા અને સંબંધોમાં થી મુક્તિ આસાન નથી હોતી!!!