ઉનાથી અંજાર જતા રોડે ખુનના અનડિટેકટ ગુનાનું ડિટેકશન કરતી ગીર સોમનાથ પોલિસ

ઉના,

ઉના તાલુકાના અંજાર ગામના આશીકકુમાર જીતુભાઈ સોલંકી બારોટના પિતા જીતુભાઈ કાનજીભાઈ સોલંકી ઉ.વ.55 રહે.અંજારવાળાની રાત્રિના સમયે ઉનાથી અંજાર જતા રોડ ઉપર મચ્છુદ્રી નદીના પટમાં કોઈ અજાણ્યા શખ્સે કાઈ અગમ્ય કારણોસર તા.23-1 ના મોટા પથ્થર વડે માથાના ભાગે જીવલેણ ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવ્યાની ઉના પોલિસ મથકમાં ફરિયાદ થતા જુનાગઢ વિભાગના આઈ.જી.નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ અનડિટેકટ ગુનાઓ ડિટેકટ કરવા અને આરોપીઓને શોધી કાઢી તેમના વિરુધ્ધ કાર્યવાહી કરવા સુચના આપેલ હોય.ના.પો.અધિ.ઉના વિભાગના એમ.એફ.ચૌધરી,ઉનાના પી.આઈ.એમ.એન.રાણાના માર્ગદર્શન હેઠળ ઉપરોકત ગુનાનું ડિટેકશન કરવા માટે ઉના પોલિસ દ્વાારા અલગ અલગ બે ટીમો બનાવવામાં આવી હતી.અને પોલિસ દ્વારા મરણ જનાર જીતુભાઈ ઉના સીસુભારતી સ્કુલ પાસે ચાની લારી ચલાવતા હતા.તે જગ્યાની આસપાસમાં ધંધો રોજગાર કરતા તેમજ જીતુભાઈ સાથે મિત્ર સબંધ ધરાવતા વ્યકિતઓની ઉંડાણપુર્વક પુછપરછ કરતા સઘન તપાસ હાથ ધરી હતી.