જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્ર મન બતાવે છે

તા. ૮.૧૧.૨૦૨૨ મંગળવાર, સંવંત ૨૦૭૯ કારતક સુદ પૂનમ, ભરણી   નક્ષત્ર, વ્યતિપાત  યોગ, બાલવ   કરણ આજે જન્મેલાંની  ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.
વૃષભ (બ,વ,ઉ) : મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.
કર્ક (ડ,હ)            : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ,પ્રગતિ થાય.
સિંહ (મ,ટ) : તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,દિવસ એકંદરે સારો રહે.
તુલા (ર,ત) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
વૃશ્ચિક (ન,ય) : મનમાં દ્વિધા રહ્યા કરે,ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): વિવાlહયોગ્ય મિત્રો માટે શુભ સમય,સારી વાત આવી શકે છે.
મકર (ખ,જ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): સામાજિક કૌટુંબિક કાર્ય થાય,પરિવાર સાથે આનંદ માણી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

આજરોજ  તા. ૮ નવેમ્બર ૨૦૨૨ ના રોજ કાર્તિક પૂર્ણિમાના દિવસે એટલેક દેવદિવાળીના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ આવી રહ્યું છે. જે રીતે ચંદ્ર ગ્રહણની નકારાત્મક અસરો હોય છે એ જ રીતે આ ગ્રહણ પર ચોક્કસ આરાધના અને અનુષ્ઠાન કરીને લાભ મેળવી શકાતો હોય છે અને માટે જ ગ્રહણ પર દાન ધર્મ અને પવિત્ર નદીમાં સ્નાનનો મહિમા છે. મારા વર્ષોના જ્યોતિષ અનુભવમાં મેં જોયું છે કે ગ્રહણ પર ચોક્કસ વિધિ વિધાન કરવામાં આવે તો અવશ્ય સુંદર લાભ પ્રાપ્ત થતો હોય છે. ખાસ કરીને ચંદ્ર ગ્રહણ પર મનને લગતી બાબતો સોલ્વ કરી શકાય છે કેમ કે જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્ર મન બતાવે છે ચંદ્ર એ પાણી છે માટે ચંદ્ર ગ્રહણ પર મનની બાબતો સોલ્વ કરવા પાણી અને સ્નાનનો પ્રયોગ કરી શકાય. ચંદ્ર એ મન છે અને રાહુ છે ભ્રમ છે માટે જયારે રાહુ ને કારણે ગ્રહણ થાય છે અને ધીમે ધીમે જયારે ગ્રહણનો મોક્ષ થાય છે ત્યારે મન રાહુના ભ્રમમાં થી મુક્ત થાય છે માટે ગ્રહણ મોક્ષની પળ ખુબ મહત્વની બની રહે છે અને આ ક્ષણે મન સ્પષ્ટ અને વાસ્તવવાદી બને છે આ ક્ષણે જો સિદ્ધ કરેલું જળ ગ્રહણ કરી મનોમંથન કરવામાં આવે તો મનની સાચી સ્થિતિ સામે આવે છે જે મારો વર્ષોનો અનુભવ છે વળી રાશિ મુજબ આ સમયે જળમાં દ્રવ્ય  પધરાવી સ્નાન કરવામાં આવે તો મનની સ્થિતિ સ્પષ્ટ થાય છે અને ચંદ્ર મજબૂત બની કાર્યસિદ્ધિ સુધી લઇ જાય છે. ગ્રહણ મોક્ષ ૮ નવેમ્બર ૨૦૨૨ ના સાંજે ૬.૧૯ થશે.