ટિકિટ મળ્યા બાદ રીવાબાએ કહૃાું, ’ ટૂંક સમયમાં ચૂંટણીજંગમાં પ્રચાર માટે આવશે’

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં જાહેર થઈ એને સપ્તાહ વીતી ગયું. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે ૪ જ દિવસની વાર છે ત્યારે બીજેપીએ તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે,. જેમાં જામનગર ઉત્તર બેઠક પરથી ધમેન્દ્રસિંહ જાડેજાની જગ્યાએ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે રીવાબાએ જણાવ્યું હતું કે ’હવે ક્રિકેટર રવીન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જ કહેવાય અને પરિવારના સભ્ય કહેવાય એટલા માટે ટૂંક સમયમાં જામનગરમાં વિધાનસભાના ચૂંટણીજંગમાં પ્રચાર માટે ઊતરશે. જામનગર ઉત્તર બેઠક પર ભાજપના ધારાસભ્ય હકુભાને સૌથી મોટો ફટકો પડ્યો છે, તેમની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. પાર્ટીએ રીવાબાની પસંદગી કરતાં જામનગરના મહિલા ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. જામનગર શહેર ભાજપના મધ્યસ્થ કાર્યાલય પાસે રીવાબા જાડેજા આવી પહોંચ્યાં ત્યારે શહેર ભાજપનાં અનેક મહિલા કાર્યકરો ઉપસ્થિત રહી હતી અને તેમનું કુમકુમ તિલકથી સ્વાગત કરી હારતોરા કરાયા હતા અને નારીશક્તિના દર્શન જોવા મળ્યાં હતાં. રીવાબા જાડેજા ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન માર્ચ મહિનામાં ભાજપમાં જોડાયાં હતાં. રીવાબાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હવે ક્રિકેટર રવીન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જ કહેવાય અને પરિવારના સભ્ય કહેવાય એટલા માટે ટૂંક સમયમાં જામનગરમાં વિધાનસભાના ચૂંટણીજંગમાં પ્રચાર માટે ઊતરશે તેમજ ગુજરાતની અન્ય બેઠકોમાં પણ તેમનો ફાયદૃો મળી શકે છે. રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને બહેન નૈના બહેન પણ રાજનીતિમાં છે. નૈતાબા જામનગરમાં મહિલા કોંગ્રેસ-અધ્યક્ષની જવાબદારી સંભાળી રહૃાાં છે. ઉલ્લેખનીય છે કે રવીન્દ્ર જાડેજા માત્ર ૧૭ વર્ષના હતા ત્યારથી તેમની માતાનું નિધન થયું હતું. ત્યાર બાદ બહેન નૈનાએ તેમની જવાબદારી સંભાળી હતી અને ક્રિકેટ રમવા માટે પ્રેરણા આપી હતી. કિક્રેટર રવીન્દ્ર જાડેજાએ ટ્ટીટ કરીને પત્ની રીવાબાને વિધાનસભાની ચૂંટણીની ટિકિટ મળવા બદલ શુભકામના પાઠવી હતી તેમજ જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.