ઈબ્રાહિમ અલી ખાન ફિલ્મોમાં કરશે ડેબ્યૂ! કેમેરાની સામે આવવાનો લીધો નિર્ણય

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન હંમેશા ચર્ચામાં રહે છે. સારા અલી ખાનના ભાઈ ઇબ્રાહિમ કેમેરાની પાછળ તો એક્ટિવ છે પણ હેવે તેણે કેમેરાની સામે આવવાનો નિર્ણય લીધો છે. ઈબ્રાહિમ અલી ખાન એક્ટર રુપે ડેબ્યૂ કરવામ માટે પહેલીવાર તૈયાર છે અમે આ કામમાં કરણ જોહર તેની મદદ કરશે. જોકે, તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ સૂત્રો દ્વારા ઘણી માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈબ્રાહિમ અલી ખાનની ડેબ્યૂ ફિલ્મને બોમન ઈરાનીના દીકરા કાયોઝ ઈરાની ડિરેક્ટ કરશે. ત્યારે ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરશે. મળતી માહિતી મુજબ ફિલ્મ ડિફેન્સ ફોર્સની આસપાસ હશે અને ૨૦૨૩માં લોર્સ પર જશે. જણાવી દઈએ કે આ વિશે હજુ સુધી કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કહેવામાં આવી રહૃાુ છે કે ફિલ્મ મોટા બજેટની હશે અને ઈબ્રાહિમ અલી ખાનના રોલને આ પ્રકારે ખાસ બનાવવામાં આવશે. નોંધનીય છે કે, કેમેરાની હિરો તરીકે ભલે ઈબ્રાહિમ અલી ખાન હાલ ડેબ્યૂની તૈયારીમાં છે. પરંતુ, કેમેરાની પાછળનું કામ તો તેણે પહેલાથી જ શીખી લીધુ છે. ઈબ્રાહિમ અલી ખાન હાલ કરણ જોહરને તેની ડિરેક્ટોરિયલવ કમબેક ફિલ્મ ’રૉકી ઔર રાની કી પ્રે કહાની’ માટે આસિસ્ટ કરી રહૃાા છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીરસિંહ, શબાના આઝમી, ધર્મેન્દ્ર અને જયા બચ્ચન મુખ્ય રોલમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, સારા અને ઈબ્રાહિમ, સૈફ-અમૃતાના બાળકો છે., સારા અલી ખાને ૨૦૧૮માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતું. ફિલ્મ ’કેદારનાથ’ બાદ તે સિંબા’, ’લવ આજ કલ ઔર કલ’ અને ’અતરંગી રે’માં જોવા મળશે અને દરેક વખતે દર્શકોનું દિલ જીતવામાં કામયાબ રહી છે. ત્યારે હવે સારાના ભાઈએ પણ એક્ટર રીતે સિનેમાની દૃુનિયામાં પોતાનો કમાલ કરવાની પૂરી તૈયારી દર્શાવી છે.