શીતલ કુલ પ્રોડક્ટ કંપની લિ.નું એનએસઇમાં લીસ્ટીંગ

અમરેલીનાં ગૌરવસમી શીતલ કુલ પ્રોડક્ટ લિમિટેડ કંપનીનુ આજે તારીખ 22 11 2022 ના સવારે 9:15 કલાકે નેશનલ સ્ટોક એક્સચેન્જ મેઈન બોર્ડ પર લિસ્ટિંગ કરવામાં આવ્યું હતુ અને તેમાં વિશેષ બાબત એ હતી કે નેશનલ સ્ટોક એક્સચેન્જનાં એમડી શ્રી આશિષકુમાર ચૌહાણ તેમજ શીતલ કંપનીના એમડી દિનેશભાઈ ડી ભુવા, ભુપતભાઈ ભુવા,યશ ભુવા અને કંપનીના શુભ ચિંતકો હાજર રહ્યા હતા.