ફિફા વર્લ્ડકપમાં અપસેટ સર્જાઈ રહ્યા છે

તા. ૨૪.૧૧.૨૦૨૨ ગુરુવાર, સંવંત ૨૦૭૯ માગશર સુદ એકમ, અનુરાધા   નક્ષત્ર, અતિ.   યોગ, કિંસ્તુઘ્ન  કરણ આજે   જન્મેલાંની  ચંદ્રરાશિ  વૃશ્ચિક (ન ,ય) રહેશે .

મેષ (અ,લ,ઈ) : દૂર દેશ થી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) :  તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.
કર્ક (ડ,હ)            :પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
સિંહ (મ,ટ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ લાભદાયક રહે.
કન્યા (પ ,ઠ,ણ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.
તુલા (ર,ત) :  તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,આગળ વધી શકો .
વૃશ્ચિક (ન,ય) : કામકાજમાં સફળતા મળે,દિવસ પ્રગતિકારક અને શુભ રહે.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સાંભળવું.
મકર (ખ,જ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,લેખન વાંચન મંથન થી આનંદ મળે.
કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.
મીન (દ,ચ,ઝ,થ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ ફિફા વર્લ્ડકપમાં અપસેટ સર્જાઈ રહ્યા છે અને મહત્વની ઘટનાઓ ઘટિત થઇ રહી છે મોટા ઉલટફેરમાં સાઉદી અરબ સામે આર્જેન્ટિના હાર્યું છે  કેમકે ખેલજગતના સ્વામી મંગળ મહારાજ વક્રી છે અને સૂર્ય બુધ શુક્રની દ્રષ્ટિમાં છે. મંગળ મહારાજનો અમલ ખેલ જગત સિવાય મેડિકલ, આર્મી , લોહી , યુદ્ધ, આતંકી ઘટના પર છે હાલમાં વૃષભમાં વક્રી મંગળ મોટી હોટેલ કે રેસ્ટોરન્ટ માં અફરાતફરી, આગજની કે કોઈ આ પ્રકારની ઘટના ઈંગિત કરે છે. આજથી માગશર માસ શરુ થયો છે અને ચંદ્ર મહારાજ વૃશ્ચિકમાં નીચસ્થ છે. ચંદ્ર જયારે નીચસ્થ બને છે ત્યારે ભાવનાઓને ઠેસ પહોંચતી જોવા મળે છે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે જયારે ચંદ્રની સ્થિતિ ડામાડોળ બને છે ત્યારે વ્યક્તિ પ્રેમમાં આહત થતો જોવા મળે છે અને ઘણી વાર આત્મહત્યા સુધી પહોંચતો હોય છે વળી આ સમયમાં લાગણીના સંબંધમાં દગો થવાના વધુ ને વધુ કિસ્સા બહાર આવતા જોવા મળે અને અંગત વ્યક્તિ દ્વારા કે ઘરના જ વ્યક્તિ દ્વારા અન્ય સભ્યને ઇજા કરવાના કે મારવાના બનાવ પણ બનતા જોવા મળે. આ સમયમાં કપટ દગો અને સંબંધોમાં વિશેષ તકલીફ પડતી જોવા મળશે જો કે ગુરુના માર્ગી થવા પછી ધીમે ધીમે પરિસ્થિતિમાં સુધાર આવતો જોવા મળશે પરંતુ રોજગારી બાબતે હજી થોડી નિરાશાજનક સ્થિતિ જોવા મળે અને કંપનીઓ વધુ ને વધુ કર્મચારીમાં કાપ મુકતા જોવા મળે.