અમરેલી જિલ્લા પોલીસની આઠ હજાર શખ્સો સામે કાર્યવાહી

અમરેલી,
વિધાનસભા ચુંટણીને અનુલક્ષીને અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા લગત કાર્યવાહી કરવામાં આવી છે આઇજીની સુચનાથી એસપીશ્રી હિમકરસિંહ દ્વારા કડક પગલા લેવાયા છે જેમાં માથાભારે અને અગાઉ ગુનાઓમાં સંડોવાયેલાઓ કુલ 8030 અને સીઆરપીસીનાં મળી કુલ 509 સામે અટકાયતી પગલા તેમજ દારૂની પ્રવૃતી સાથે સંકળાયેલા શખ્સો સામે પાસા, હદપારી અને પ્રોહીબીશન 93 મુજબ અટકાયતી પગલા લઇ પાસાના 89, હદપારી 238, પ્રોહી.93 મળી કુલ 8000 શખ્સો સામે કાર્યવાહી કરેલ છે. જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકોમાં પોલીસ દ્વારા ફલેગ માર્ચનો રૂટ નક્કી કરી ફલેગ માર્ચ યોજી હતી તમામ બુથ બિલ્ડીંગો ઉપર પોલીસ હોમગાડ સીઆરપીનો બંદોબસ્ત ગોઠવાયેલ છે. કાયદો વ્યવસ્થા જળવાય અને તટસ્થ રીતે ચુંટણી યોજાય તે માટે પોલીસ સતત કટીબધ્ધ છે