ગીરના માલધારીઓને ભાણીયા અથવા પીપળવામાં મતદાન માટે આવવાની પડતી ફરજ

ખાંભા,
ખાંભા તાલુકાના ગીરમાં આવેલા નેસના માલધારી ઓને પાંચ સાત કિમી દૂર આવેલા ગીર નજીકના ગામોમાં મતદાન કરવાની ફરજ પડે છે. ચૂંટણી પંચ દ્વારા મતદાન વધારવા જાહેરાતો કરવામાં આવે છે તાલુકા મથકે મામલતદાર કચેરીમાં મતદાન વધારવા ચૂંટણી ઝોનનાં બેનરો અને ચૂંટણી ઝોનમાં ફોટો પાડવાની અપીલ કરવા બોક્સ બનાવી લાખો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે.પરંતુ ગીરમાં વસતા માલધારીઓ માટે ગીર નાં નેસમાં ચૂંટણી કેન્દ્ર આવેલ ન હોવાથી મતદાન માટે જાગૃત હોવા છતાં માલધારીઓને ગીર નજીકના ભાણીયા ,પીપળવા ગામો માં મતદાન કરવા જવાની ફરજ પડે છે.ખાંભા તાલુકાના ગીરના જંગલમાં જાંબુડાવાળો પાડા-ગાળો રેબડી પાટ, સાપરા નો નેસ , ભાણ ભદાણી શિરનો નેસ, સહિતના નેસડાઓમાં 200 માલધારી ની વસ્તીમાં 50 જેટલા મતદારો હોય ને નેસડાઓમાં સરકારી આવાસ કે સ્કૂલ ન હોવાથી મતદાન કેન્દ્રના અભાવે માલધારી મતદારોને મત દેવા માટે પ્રથમ પુરુષો અને બાદમાં મહિલાઓને મતદાન કરવા જવું પડે છે કારણ કે નેસમાં માલધારીઓનો પશુઓને બીજા રાનીપશુ ઓથી બચાવવા ધ્યાન રાખવા પરિવારના સભ્યોને નેસડામાં રહેવું પડે છે તેમજ મતદાન મથક નેસડાઓ થી ચાર પાંચ કિમી ગીરથી દૂર હોય વાહનની સુવિધા ન હોય ઉમેદવારો દ્વારા કરાતી વાહન સુવિધામાં મતદાન કરવા આવવું પડે છે.ચૂંટણી તંત્ર દ્વારા શિયાળ બેટમાં મતદાન કેન્દ્ર ઊભું કરાય છે તેમજ ગીરના જંગલમાં આવેલ બાણેજમાં એક જ મતદાર માટે મતદાન કેન્દ્ર ઊભો કરાતું હોય ખાંભા તાલુકાના નેસડાઓ માં વસવાટ કરતા માલધારીઓ માટે ગિરના નેસડાઓમાં મતદાન કેન્દ્ર ઊભુ કરવામાં આવે તો માલધારીઓના કીમતી પશુધનને રેઢા મુકવા માંથી મુક્તિ મળે અને મુક્ત મને મતદાન કરી લોકશાહી ની ફરજ અદા કરી શકે.