શનિની બંને રાશિ મકર અને કુંભના સ્વભાવ ભિન્ન છે

તા. ૨૯.૧૧.૨૦૨૨ મંગળવાર, સંવંત ૨૦૭૯ માગશર સુદ છઠ, શ્રવણ  નક્ષત્ર, ધ્રુવ યોગ, ગર  કરણ આજેસાંજે ૭.૫૩ સુધી   જન્મેલાંની  ચંદ્રરાશિ   મકર (ખ,જ) ત્યારબાદ કુંભ (ગ,સ,શ) .

મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય  લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
મિથુન (ક,છ,ઘ) : માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ)           : દામ્પત્યજીવનમાં સારું  રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહ (મ,ટ) :  તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) :  પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,પ્રગતિકારક દિવસ રહે.
મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,કામકાજમાં સફળતા મળે.
કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી.
મીન (દ ,ચ ,ઝ ,થ): આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ ફિફા વર્લ્ડકપમાં મોટા ઉલટફેર થઇ રહ્યા છે તો બીજી તરફ અત્રે લખ્યા મુજબ મોટી કંપનીઓ તેમના ઘણા કર્મચારીઓની છટણી કરી રહી છે અને આગામી દિવસોમાં આ ક્ષેત્રમાં વધુ મંદી જોવામાં આવે તેવું લાગી રહ્યું છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો સાંજે ૭.૫૩ સુધી ચંદ્ર શનિનો વિષ યોગ ચાલી રહ્યો છે ત્યારબાદ ચંદ્ર મહારાજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અગાઉ લખ્યા મુજબ શનિની બંને રાશિ મકર અને કુંભના સ્વભાવ ભિન્ન છે માટે મકરમાં ગ્રહ આવે  ત્યારે તેને લગતા પ્રશ્નો ઉભા થતા જોવા મળે છે જયારે કુંભમાં તેને લગતા જવાબ મળતા જોવા મળે છે. ચંદ્ર એ લાગણી છે ચંદ્ર મન છે માટે મકરમાં ચંદ્ર લાગણીના મનને લગતા એટલે કે માનસિક પ્રશ્નો ખડા કરે છે અને ક્યારેક લાગણી દુભાતી જોવા મળે જયારે ચંદ્ર કુંભમાં આવશે ત્યારે તેને લગતા જવાબ અને તેનો ઈલાજ મળતો જોવામાં આવે. મારી પાસે જયારે આ પ્રકારના પ્રશ્નો આવે ત્યારે હું ગોચર ગ્રહોના આધારે જે તે પ્રશ્નનું નિરાકરણ ક્યારે આવશે તે તપાસું છું અને એ મુજબ ઘટનાક્રમ બનતો જોવા મળે છે. શનિ પણ ૧૭ જાન્યુઆરીએ કુંભ માં પ્રવેશ કરશે માટે શનિને લગતા પ્રશ્નોના જવાબ તે પછી મળતા જોવામાં આવશે.