શ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શનમાં પોલીસે વિક્રમજનક ઝડપે કાર્યવાહી

અમરેલી,
અમરેલીનાં જેશીંગપરામાં થયેલી યુવાનની હત્યાના બનાવની ગંભીરતા પારખી અમરેલીના તત્કાલીન એસપી શ્રી નિર્લિપ્ત રાયએ પોલીસ તંત્રને તાકિદની કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હોય મદદનીશ એએસપી શ્રી અગ્રવાલની ટીમે શ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શનમાં વિક્રમજનક ઝડપે કાર્યવાહી કરી હતી અને બે વર્ષ પહેલા બનેલા ખુનના બનાવમાં પોલીસે માત્ર 6 દિવસમાં ચાર્જસીટ રજુ કરી દીધુ હતું.