ચિતલની લુંટ હત્યાના પ્રયાસનાં આરોપીની ઓળખ પરેડ કરાવતી તાલુકા પોલીસ ટીમ

અમરેલી,
અમરેલી તાલુકાના ચિતલ ગામે તા.18-9 નાં આદેશનગરમાં રહેતા નાથાભાઇ લક્ષ્મણભાઇ મીરોલીયાના ઘરમાં ઘુસી નાથાભાઇ અને તેના પત્ની ઉપર હુમલો કરી હત્યાનો પ્રયાસ કરી લુંટ ચલાવી અને કમલેશભાઇ મીરોલીયાના ઘરમાં ચોરી કરનારા મધ્યપ્રદેશના વતની અને શેડુભાર ચંદુભાઇ બોદરની વાડીએ રહેતા કમલેશ દલુ શિંગાર ઉ.વ.21 તથા દિવાન રેમસિંહ મોહનીયાને નવ દિવસના રીમાન્ડ ઉપર લીધા બાદ અમરેલી તાલુકા પીએસઆઇ શ્રી પ્રશાંત લક્કડની ટીમ દ્વારા આરોપીની આગવી ઢબે પુછપરછ કરાઇ રહી છે અને આજે આરોપીની ઓળખ પરેડ કરવામાં આવી હતી આજે બુધવારે આરોપીના રીમાન્ડ પુરા થનાર હોય તેને કોર્ટમાં રજુ કરાશે બંને આરોપીઓ પૈકી દિવાન કમલેશને ત્યાં મહેમાન બનીને આવ્યો હતો અને ગામની જ બીજી વાડીમાં કામે રહી ગયો હતો તે બંનેએ આ કામને અંજામ આપ્યો હતો અને સારા નસીબે પ્રતિકાર થતા મીરોલીયા દંપતિ બચી ગયુ હતુ નહીતર તેમનું મૃત્યુ પણ નિશ્ર્ચિત હતુ.