અંજારમાં ખુલ્લા મેદાનમાંથી અજાણી મહિલાનો મૃતદૃેહ મળ્યો, પોલીસે હાથ ધરી તપાસ

અંજારની કેજી માણેક શાળા નજીકના ખુલ્લા મેદાનમાંથી સવારે એક અજાણી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદૃેહ મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર પ્રસરી જવા પામી છે. અંદાજિત ૩૦થી ૩૫ વર્ષીય પંજાબી ડ્રેસ પહેરેલી મહિલાનો મૃતદૃેહ સવારના સ્થાનિક લોકોના ધ્યાને આવ્યો હતો. જેના પગલે પોલીસમાં જાણ કરાતા અંજાર પોલીસ તુરંત ઘટનસ્થળે દૃોડી આવી હતી અને શંકાસ્પદ ઘટનાની તપાસ શરૂ કરી હતી. હાલ મૃતદૃેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ બાદ મહિલાની હત્યા કરાઈ છે કે કેમ તે સામે આવશે. આ મામલે અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ સવારે અજાણી મહિલાના મૃતદૃેહનો જાણ થતાં તપાસ અધિકારી પીઆઇ રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી મૃતદૃેહનો કબજો લઈ પીએમ માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ ક્યાં કારણોસર મહિલાનું મૃત્યુ થયું છે તે અંગેની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર યુવા વયની મહિલાના ગળા પર ઇજાના નિશાન જોવા મળ્યા હતા અને કોઈ ઈસમો તેના શબને અહીં કાર મારફતે ફેંકી ગયા હોય શકે. કારણકે ઘટનાસ્થળે કારના ટાયરના ચિહ્નો પણ જોવા મળ્યા હતા, તેથી આ ઘટના હત્યાની હોવાની સંભાવના જોવામાં આવી રહી છે.