તારક મહેતા…”ના આ દિગ્ગજે શો છોડતા લાગે છે કે પહેલા જેવી મજા હવે ક્યારેય નહીં આવે

છેલ્લા ઘણા વર્ષોથી ટેલીવિઝન પર રીતસર રાજ કરનાર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સ્ટાર્સ વારા ફરતે શો છોડી રહૃાા છે અને તેના કારણે હવે ઘણા દર્શકો ફરિયાદ કરી રહૃાા છે કે શો માં પહેલા જેવી મજા નથી રહી. સતત આવા સમાચારો વચ્ચે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. ગુજરાત સહિત દૃેશના સેંકડો ઘરોમાં સાંજના સમયે જોવાતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી અગાઉ દયાબેન દિશા વાંકાણી, તારક મહેતા શૈલેષ લોઢા અને ટપૂ સહિતના અનેક કલાકારો રજા લઈ ચૂક્યા છે. જેના કારણે ઓલરેડી શોના વ્યુઅરશીપને અસર પડી છે. આ બધાની વચ્ચે છેલ્લા ૧૪ વર્ષથી શો ના ડાયરેક્ટર રહી ચૂકેલા માલવ રાઝદા પણ શો છોડી રહૃાા છે. આ સમાચારથી ટેલીવિઝનની દૃુનિયામાં ઘણા લોકોને આંચકો લાગ્યો છે. તો ચાહકોને પણ ફફડાટ છે કે હવે શોની ક્વોલોટી પહેલા જેવી નહીં રહે.