ધારી નજીક રાજકોટની બસ પલ્ટી જતા 30ને ઇજા

અમરેલી, રાજકોટના સોલંકી પરિવારની જાનની બસ ધારી નજીક પલ્ટી ખાઇ જતા 30ને નાની મોટી ઇજા થતા સારવાર માટે અમરેલી સીવીલ હોસ્પિટલમાં ખસેડેલ છે આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટના ભાયલાલભાઇ સોલંકીના દિકરા હાર્દિક ભાયલાલભાઇ સોલંકીના લગ્ન પ્રસંગમાં રાજકોટથી આંબરડી ગામે જાન જતી હતી ત્યારે લકઝરી બસ નં.જીજે 03 ડબલ્યુ 9531 ના ચાલકે વળાંકમાં પુલ પાસે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી સ્ટેઇરીંગ પરનો કાબુ ગુમાવતા લકઝરી બસ પલ્ટી મારી ગઇ હતી આ બસમાં 60 જેટલા લોકો બેઠેલા હતા જેમાં 30 લોકોને નાની મોટી ઇજાઓ થતા પ્રાથમિક સારવાર ધારી દવાખાને આપીને 108 દ્વારા અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતમાં પાંચેક જેટલા લોકોને ફેકચર જેવી ઇચ્છા પહોંચી હતી આ બનાવની ફરિયાદ ધારી પોલીસમાં સુરેશભાઇ જીવનભાઇ વેગડે નોંધાવી હતી તેમની સાથે જીવનભાઇ પાંચાભાઇ વેગડ, લીલાબેન જીવનભાઇ વેગડ, પત્ની રેખાબેન તથા ભાઇના પત્ની ગીતાબેન શેૈલેષભાઇ વેેગડ તથા તેમની દિકરી પ્રાચીબેન શેૈલેષભાઇ વેગડ, બીજાભાઇના પત્ની હીનાબેન ચેતનભાઇ વેગડ અને તેની દિકરી ઇશીતાબેન તથા જયભાઇ જાનમાં જવા રવાના થયા હતા.