માણાવદરના ચુડવા નજીક રોડ ઉપર 216 બોટલ ઇંગ્લિશ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

જુનાગઢ, જુનાગઢ ક્રાઇમ બ્રાંચના પીઆઇ જેએન સિંધવ, પીએસઆઇ જેજે ગઢવી અને સ્ટાફે મહારાષ્ટ્રમાં માણાવદરના બુટલેગર લખન ઉર્ફે લખો ઇછુડા દ્વારા ટ્રક મારફતે મંગાવવામાં આવેલ ઇગ્લિશ દારૂ 216 બોટલ રૂા.96,000 તથા ટ્રક સહિત કુલ રૂા.8,16,000 ના મુદામાલ સાથે માણાવદરના વિનય અરવિંદભાઇ શોભાસણા, અજીત અરજણભાઇ હાડગરડાને ટ્રક નં.જીજે 09 ઝેડ 1466 સાથે ઝડપી પાડયા હતા.જયારે મુખ્ય સુત્રધાર લખમણ ઉર્ફે લખો ઇછુડાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.