બાબરામાં કુટુંબી કાકાએ બાનાખતમાં ચેડા કરી એક કરોડની ઠગાઇ કરી

અમરેલી,
મુળ અમરેલી લાઠી રોડ પુષ્કર ધામ 2 હાલ સુરત રહેતા ભરતભાઇ પરસોતમભાઇ કારેટીયા ઉ.વ.49 એ તેના કુટુંબી કાકા બાબરા રહેતા ધનજી અમરશીભાઇ કારેટીયા સાથે બાબરામાં ભાગીદારીમાં જમીન પર પ્લોટ પાડેલ જે પ્લોટના તેઓ વચ્ચે રૂા.100 ના સ્ટેમ્પ ઉપર બાનાખત થયેલ અને ભાગીદારીવાળા પ્લોટમાં ભરતભાઇ પાસે પુરતી રકમ ન હોય જેથી ઉંચા વ્યાજે તેના કુટુંબી કાકા પાસેથી પેૈસા લીધેલ હોય.સમયાંતરે ભરતભાઇએ તેના કુટુંબી કાકાને ઉંચા વ્યાજે રકમ ચુકવતો હોય અને વ્યાજના પેૈસા ચુકવવામાં સમય લાગતા બળજબરીથી વ્યાજ અને મુદલ રકમ પરત મેળવવા મારી નાખવાની ધમકી આપતા ભયમાં મુકાતા એક વર્ષ સુધી ઘર છોડી કયાંક જતા રહેલ જેથી કુટુંબી કાકા ધનજી અમરશીભાઇ કારેટીયાએ પોતાની પાસે રહેલ બાનાખત સાથે ચેડા કરી ખોટો દસ્તાવેજ ઉભો કરી ખરા તરીકે ઉપયોગ કરી વહેંચાતા પ્લોટમાંથી મળતા નફાની રકમ વ્યાજના અવેજમાં રૂા.1 કરોડ 20 લાખ મેળવી ઠગાઇ કર્યાની બાબરા પોલીસમાં ફરિયાદ