કાલે ઝારખંડમાં અમરેલીના સહકારી ક્ષેત્રને બિરદાવશે શ્રી અમીત શાહ

અમરેલી,અમરેલીના સપુત અને ઇફકોના ચેરમેન તથા દેશના સર્વોચ્ચ સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણી જે જે સહકારી સંસ્થામાં છે તે તમામની ચૂંટણી પ્રક્રિયા બિનહરીફ થાય છે તે વધ્ાુ એક વખત સાબીત થઇ ગયું છે અને તેને કારણે દેશના ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમીત શાહ પણ પ્રભાવિત હોય કાલે શનીવારે ઝારખંડમાં યોજાનારા સહકારી કાર્યક્રમમાં અમરેલીના સહકારી ક્ષેત્રને શ્રી અમીત શાહ બિરદાવી મોડેલ તરીકે રજુ કરે તેવી શકયતા હોવાનું જાણવા મળેલ છે.
શ્રી દિલીપ સંઘાણી તથા શ્રી પુરુષોતમ રૂપાલાએ ઘડેલા અને આજે અમર ડેરીના ચેરમેન પદે બિનહરીફ વરાયેલા શ્રી અશ્ર્વીન સાવલીયાને શ્રી અમીત શાહે ઝારખંડ તેડાવ્યા છે.
નાણામંત્રીશ્રી સીતારમણે રજુ કરેલા સુંદર બજેટ પછી યોજાયેલી સર્વ પ્રથમ સહકારી ચૂંટણીમાં બિનહરીફ થનાર શ્રી અશ્ર્વીન સાવલિયાએ શ્રી અમીતભાઇના સહકારથી સમૃધ્ધિના સ્વપ્નને મજબુત ટેકો આપ્યો છે અને શ્રી દિલીપ સંઘાણીને ઝારખંડ ખાતે કાર્યક્રમમાં શ્રી અશ્ર્વીન સાવલીયાને સાથે લાવવા શ્રી અમીત શાહે જણાવતા દિલીપ સંઘાણી અને શ્રી અશ્ર્વીન સાવલિયા ઝારખંડ જવા રવાના થયા છે અને સાથે સાથે એ વાત પણ વધ્ાુ એક વખત સાબીત થઇ છે કે, સહકાર શિરોમણી શ્રી દિલીપ સંઘાણી જેવા પારસમણી સાબીત થયા છે તે જે જે સંસ્થામાં હોય તે પ્રગતિના પંથે જ હોયછે અને તેમા કયારેય વિવાદ કે ચૂંટણીની જરુર પડતી નથી.