બાબરા પોલીસે નાનીકુંડળ ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો

બાબરા,
બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.ડી.ચૌધરી તથા બી.પી.પરમાર પો.સબ,ઇન્સ, તથા હેડ કોન્સ. ભરતભાઇ પી.ડોડીયા તથા પો.કોન્સ હર્ષદભાઇ ભરતભાઇ ડાભી તથા પો.કોન્સ.તુષારભાઇ પંડયા તથા આ.પો.કોન્સ ગોકળભાઇ રાતડીયાએ રીતેના બાબરા પો.સ્ટે હાજર હતા એ દરમ્યાન પો.કોન્સ હર્ષદભાઇ બી.ડાભીનાઓને બાતમી હકિકત મળેલ કે જગાભાઇ નથુભાઇ બાખલકીયા રહે.નાની કુંડળ સીમવિસ્તાર તા.બાબરા વાળાએ નાની કુંડળ ગામે છતરીયા ગામ તરફ જવાના રસ્તે આવેલ પોતાના કબ્જાની વાડીના પડામાં કડબના ઢગલમાં ગે.કા.રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ રાખેલ છે તેવી હકીકત મળતા બે પંચો સાથે રાખી પો.સ્ટાફ.ના માણસો સાથે હકીકત વાળી જગ્યાએ દોડ જામબરવાળા ગામ થઇ નાની કુંડળ ગામે છતરીયા ગામ તરફ જવાના રસ્તે સીમ વિસ્તારમાં જગાભાઇ નથુભાઇ બાખલકીયાની વાડીએ રેઇડ કરતા ત્રણ ઇસમો હાજર હોય જેમને કોર્ડન કરી બેસાડી ઇ હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા અલગ અલગ અલગ બ્રાન્ટ ની બોટલો જોતા છન્ન્ જીઈછર્જીંશજી લખેલ બોટલો નંગ 84 તથા ર્ઇંરૂછન્ ભલ્લછન્ન્ઈશય્ઈ ની બોટલો 127 મળી કુલ બોટલો 211 કી રૂ.1,08,460 તથા હાજર શખ્સો પાસેથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ 02 કી.રૂ.5500 મળી કુલ રૂ.1,13,960 નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરેલ છે તેમજ (1) જગાભાઇ નથુભાઇ બાખલકીયા ઉ.વ.55 ધંધો.ખેતી રહે.નાની કુંડળ સીમવિસ્તાર તા.બાબરા જી.અમરેલી (2) દેહાભાઇ નથુભાઇ બાખલકીયા ઉ.વ.60 ધંધો.ખેતી રહે.નાની કુંડળ સૌમવિસ્તાર તા.બાબરા જી.અમરેલી (3) મહેશભાઇ ભીખાભાઇ કામળીયા ઉ.વ.36 ધંધો.ખેતી રહે.બાબરા જીવણપરા તા.બાબરા જી.અમરેલીને પકડી પાડેલ છે તેમજ ભરત ઉર્ફે લાલી પુંજાભાઇ ડેર રહે.કરકોલીયાને પકડવાનો બાકી છે.