સર્વેમાં અમરેલી જિલ્લામાં 125 ગામોના 23,100 હેકટરમાં નુકશાન

અમરેલી,
અમરેલી જિલ્લામાં તાજેતરમાં પડેલ કમોસમી વરસાદને કારણે પ્રાથમિક અહેવાલોના આધારે જિલ્લાના બગસરા ધારી ખાંભા લાઠી તાલુકાના કુલ 125 ગામોમાં સર્વે કામગીરી હાથ ધરવમાં આવી હતી જેમાં પ્રાથમિક તબકકે કુલ 23100 હેકટર વિસ્તાર અસરગ્રસ્ત જણાયેલ છે કુલ 32 ટીમો જેમાં ગ્રામ સેવક ખેતી મદદનીશ, ખેતીવાડી અધિકારી, બાગાયત અધિકાારી અને મદદનીશ ખેતી નિયામકનો સમાવેશ થયો છે આ ટીમો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં હાલ સર્વે કામગીરીમાં ચણા ધઉં ધાણામાં વિગેરે મુખ્ય પાકોમાં નુકસાની જણાયેલ છે જે સર્વે ટીમો દ્વારા જીઓ ટેગીંગ કરી સ્થળ હકીકત પાક પરિસ્થિતિ નોંધવામાં આવેલ છે હાલ અંદાજીત કુલ 5900 હેકટર વિસ્તારમાં સર્વે કામગીરી થયેલ છે જયારે બાકી વિસ્તારમાં રીપોર્ટ સર્વે ટીમ દ્વારા સમયાંતરે કરવામાં આવેલ છે તેમ ખેતીવાડી વિભાગ દ્વારા ખેતીવાડી અધિકારી શ્રી કાનાણીએ જણાવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને પગલે અસરગ્રસ્તો ગામોમાંથી નુકસાન વળતર સહાયની રજુઆતો થતા અમરેલીના કલેકટરે બેઠક બોલાવી ટીમની રચના કરી ખેતીવાડી વિભાગ મારફત અસરગ્રસ્ત ગામોનો સર્વે કરવવા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન નીચે આયોજન કરવામાં આવ્યું હતુ તેના ભાગરૂપે સર્વે ટીમોએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી.હજુ સર્વે ટીમો દ્વારા સર્વે કામગીરીનો સંકલન થઇ રહયુ છે સંપુર્ણ સર્વે કામગીરી પુર્ણ થયા બાદ નુકસાનીનો કુલ આંકડો બહાર આવશે તે માટે તહેકીકાત જારી છે.