જાણીતા પીડીયાટ્રીક ડો.નિતીન ત્રિવેદીને રાષ્ટ્રિય કક્ષાનો એવોર્ડ

અમરેલી,
અમરેલીમાં બાળકો માટેની શિવશક્તિ ચિલ્ડ્રન હોસ્પિટલનાં સ્થાપક અને થેલેસેમીયા તથા ડાયાબીટીક બાળકોની વિનામુલ્યે સારવાર કરી નિયમિત રીતે 50થી વધ્ાુ વખત રક્તદાન કરનાર સેવાભાવી ડો.નિતીન ત્રિવેદીને કાંગારૂ માતૃ સંભાળ ક્ષેત્રે રાષ્ટ્રિય લેવલે સૌથી વધ્ાુ કામગીરી બદલ એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત થયેલ છે. અમદાવાદમાં હેલ્થ કેર સમીટ કાર્યક્રમ ન્યુઝ 18 દ્વારા યોજાયો હતો. જેમાં તારીખ 11/3/23 ના રોજ હયાત રીજન્સી અમદાવાદ ખાતે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા યોજાયેલા “હેલ્થ કેર સમીટ’ કાર્યક્રમ મા બાળ આરોગ્ય, નવજાત શિશુ માટે કાંગારૂ કેર તથા થેલેસેમીયા અને ઇન્સ્યુલિન ડીપેન્ડટ ડાયાબીટીસ ના બાળકો ના સારવાર સંદર્ભે ઉત્કૃષ્ટ સેવા બદલ અમરેલીનાં શિવશક્તિ ચિલ્ડ્રન હોસ્પિટલનાં ડો.નીતિન ત્રિવેદીને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ૠષીકેષ પટેલના વરદ હસ્તે ટ્રોફી તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાઅત્રે ઉલ્લેખનીય છે કે, ડો.ત્રિવેદીએ કાંગારૂ માતૃ સંભાળ ક્ષેત્રે રાષ્ટ્ર લેવલે પ્રાઇવેટ ડોક્ટરોમાંથી સૌથી વધ્ાુ કામગીરી કરી છે. તેમણે અત્યાર સુધીમાં એક લાખથી વધ્ાુ દર્દીઓની સેવા સાથે તેમનાં કોલેજ કાળ દરમિયાન 50થી વધ્ાુ વખત રક્તદાન પણ કર્યુ છે. ડાયાબીટીસ અને થેલેસેમીયાનાં દર્દીઓ માટે વિનામુલ્યે સારવાર આપવાની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજ્યનાં 21 ડોક્ટરોમાંથી અમરેલીનાં એકમાત્ર ડો.નિતીન ત્રિવેદીની પસંદગી થતા તેમની સેવાઓ ધ્યાને લઇ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. અગાઉ ભુવનેશ્ર્વર ખાતે યુનીસેફ તરફથી કાંગારૂ કેર કોન્ફરન્સમાં પણ ભાગ લેવા નિમંત્રણ મળતા તેમણે ભાગ લીધો હતો. ડો.ત્રિવેદીને એવોર્ડ મળતા અમરેલીનાં તબીબે આલમમાંથી શુભકામનાઓનો ધોધ વહેતો થયો