કેરીયાનાગસ ગામે યુવાનનું માથામાં ગંભીર ઈજા થતા મોત

અમરેલી,
અમરેલી તાલુકાના કેરીયાનાગસ ગામે રહેતા ભીમાભાઈ લાખાભાઈ બાંભણીયા ઉ.વ.25 સુરેશભાઈ ચુનિલાલના શીગદાણાના કારખાનામાં શેડનું કામ કરતા હોય .તે દરમ્યાન લોખંડના ઘોડા ઉપર ચડી છત ઉપર સીટનું વેલ્ડીંગ કામ કરતા હતા.ત્યારે લોખંડના ઘોડા ઉપર બેસી ઘોડો ફેરવવા જતા નમી જતા ફર્સ ઉપર પડેલ અને તેમની માથે લોખંડનો ઘોડો પડતા માથામા ગંભીર ઈજા થવાથી મૃત્યું નિપજયાનું તાલાળા તાલુકાના સેમળીયા ગામના ધર્મેશભાઈ પાચાભાઈ પરમારે અમરેલી રૂરલ પોલિસ મથકમાં જાહેર કરેલ