લાઠીના હસુરપુર દેવળીયામાં પ્રૌઢનું ગળાફાંસો ખાતા અને જાફરાબાદના કોળી કંથારીયામાં પ્રૌઢનું વીજ શોકથી મોત

અમરેલી ,
અમરેલી જિલ્લામાં વધ્ાુ બે કમોતના બનાવ નોંધાયા હતાં. જેમાં લાઠીના હસુરપુર દેવળીયામાં પ્રૌઢનું ગળાફાંસો ખાતા તેમજ જાફરાબાદના કોળીકંથારીયા સીમમાં પ્રૌઢનું વીજ શોકથી મોત નિપજયાનું જાહેર કરાયું છે. લાઠી તાલુકાના હસુરપુર દેવળીયામાં દેવીપુજકના સ્મશાન પાસે આવેલ લીમડાના ઝાડે બીલોરસિંહ ભુન્નાભાઇ મુર્યા ઉ.વ.41ની દિકરી દેવળીયા ગામે પોતાના પતિ વેલસિંહ સાથે રહેતી હતી અને તેના ઘરે મરણજનાર બે દિવસથી આવેલ હતાં. તા.2-3ના મરણજનારની દિકરી મરણજનારનો ફોન લઇ કહ્યા વગર જતી રહેલ હોય. જે અંગે પોતાને લાગી આવતા લીમડાના ઝાડ સાથે મફલર બાંધી ગળાફાંસો ખાઇ જતા સારવારમાં લઇ જતાં મૃત્યુ નિપજયાનું સંજયભાઇ ઉર્ફે સંજુ ભુન્નાભાઇ મુર્યાએ લાઠી પોલીસ મથકમાં જાહેર કરેલ છે. જયારે બીજા બનાવમાં જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામના રામભાઇ સોમાતભાઇ મકવાણા ઉ.વ.53 તેના ગામના અમરૂભાઇ રાણીંગભાઇ બોરિચાની કંથારીયા ગામની વાડી વિસ્તારમાં ખેતરમાં કપાસની સાઠીઓ કટરથી કાંપતા હતાં. એ વખતે થ્રેસરની ફુકણી જીવતા વીજ વાયર સાથે અડી જતાં વિજ શોક લાગવાથી મોત નિપજયાનું કાનાભાઇ સોમાતભાઇ મકવાણાએ નાગેશ્રી પોલીસ મથકમાં જાહેર કરેલ