વીજશોકથી ઘવાયેલ શ્રમીકને પીજીવીસીએલ પાસેથી રૂા.30 લાખનું વળતર આપતા એડવોકેટ શ્રી સૈયદ

અમરેલી,
તાલાળા તાલુકાનાં વડાળા ગામનાં ફીરોજભાઇ જુસબભાઇ સમા ગત તા.24-8-14નાં રોજ સવારે 10 વાગ્યે ખાંભાનાં ઉમરીયા ગામની સીમમાં પીજીવીસીએલનાં ભાંભલા ઉપર જુના વાયરો કાઢી નવા નાખવાનું કોન્ટ્રાક્ટર સનરાઇઝ એન્ટરપ્રાઇઝ ખાંભાનાં મજુર તરીકે કામ કરતા હતા ત્યારે બાજુમાંથી પસાર થતી 11 કેવીની લાઇનમાં વાયરો અડી જતા શોક લાગતા થાંભલેથી પટકાતા ગંભીર ઇજાઓ થયેલી જેનું વર્કમેન કમ્પેસેશન એક્ટ મુજબ વળતર મળવા અમરેલી લેબર કોર્ટમાં અરજી કરેલી. આ કામમાં પીજીવીસીએલનાં કોન્ટ્રાક્ટર સનરાઇઝ એન્ટરપ્રાઇઝનાં નામથી ચાલતી ભાગીદારી પેઢીએ લાઇનનાં વાયરો બદલવા કોન્ટ્રાક્ટ રાખેલ અને ફીરોજભાઇ તેનો મજુર હતો પરંતુ ઉમરીયા ગામે કોઇ બનાવ બનેલ નથી કે ફીરોજભાઇ તેનો મજુર નથી તેવી તકરાર કરેલી. પીજીવીસીએલે પણ આવો કોઇ બનાવ તેની જાણમાં નથી તથા તેના મજુર ન હતાં તેવી તકરાર ઉઠાવેલી પરંતુ પુરાવાનાં અંતે લેબર જજશ્રી જે.જે.આહુજાએ પડેલ પુરાવાનું વિશ્ર્લેષણ કરી ફીરોજભાઇ કોન્ટ્રાક્ટરનાં મજુર તરીકે કામ કરતા હતા અને પીજીવીસીએલ કંપની પ્રિન્સીપાલ એમ્પ્લોયરની વ્યાખ્યામાં આવતા હોય તમામની વળતર ચુકવા જવાબદારી ઠરાવેલ છે અને ખોડ જોતા 100 ટકા અર્નીેં કેપેસીટી લોસ ઠરાવી વળતરની રકમ 10,13,490 તથા સારવારની રકમ 1,26,367 તથા તે બંને રકમ ઉપર અકસ્માતની તારીખથી એક મહિના પછીનું 12 ટકા વ્યાજની રકમ તથા 50 ટકા પેનલ્ટીની રકમ રૂા.5,67,48 મળી કુલ 30 લાખનું વળતર પ્રિન્સીપાલ એમ્પ્લોયર તરીકે ચુકવવા પીજીવીસીએલ કંપની તથા કોન્ટ્રાક્ટર સનરાઇઝ એન્ટરપ્રાઇઝને સંયુક્ત તેમજ વિભક્ત રીતે ચુકવવા આદેશ કરેલ છે. અરજદાર તરફે જાણીતા એડવોકેટ એમ.જે.સૈયદ રોકાયા હતાં.