અમરેલીના સુખનાથપરા વિસ્તારમાં ડીગ્રી વગરનો ડોકટર ઝડપાઇ ગયો

અમરેલી,
અમરેલી સુખનાથપરા શેરી નં.5માં રહેતા નિલેષ નનકુભાઇ ઝાલાવડીયા અમરેલી બહારપરા સામુદ્રી માતાના મંદિર પાસે ખોડિયાર મંદિરની સામે આવેલ શેરીમાં શ્રીરંગ આર્યુવેદ પ્રાથમિક પંચકર્મ સારવાર કેન્દ્ર નામના ક્લિનીકમાં પોતાની પાસે કોઇપણ સરકાર માન્ય એલોપેથિક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કિલનીક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડિકલ પ્રેકિટશનરને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથિક દવાઓ તથા મેડિકલને લગતા સાધન સામગ્રી વસ્તુ નંગ 32 રૂપિયા 29,472ના મુદામાલ રાખી મેડિકલ પ્રેકટિસ કરી પોતાના આ કૃત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય તેવું પોતે જાણતા હોવા છતાં દર્દીઓને નિદાન સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરી ગુનો કર્યાની અર્બન હેલ્થ સેન્ટર બહારપરાના મેડિકલ ઓફિસર ડો. કૃણાલભાઇ ગોહિલે અમરેલી સિટી પોલીસ મથકમાં ફરિયાદ