રાજુલા તાલુકામાં 7 કરોડના રસ્તાના કામોનું ખાતમુર્હુત કરાયું

રાજુલા,
રાજુલા તાલુકામાં અગાઉ ત્રણ રસ્તાઓ પાંચ કરોડના ખર્ચે ખાતમુરત કર્યા બાદ વધુ બે માર્ગો નું ખાતમુરત કરવામાં આવ્યું હતું રાજુલા તાલુકામાં મહત્વના રસ્તાઓ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ છાયાબેન પુરોહિત અને અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી મોટાભાગના રસ્તાઓ મંજુર થતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.આજરોજ રાજુલા તાલુકાના બે મહત્વના 1.41 કારોડના રસ્તાઓનાં ખાતમુહૂર્ત ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કર્યા હતા.જેમાં 1.જૂની બારપટોળી એપ્રોચ રોડ2.વડ છતડિયા માર્ગ બંને રોડનો સમાવેશ થાય છે.આ બંને માર્ગોનું સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓને સાથે રાખી ખાતમુહૂર્ત કરી આ વિસ્તારોની સુખાકારી માટે રજુઆત બાદ સફળતા મળી.આ તકે ભજનિક શૈલેષમહારાજ જિલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઈ નકુમ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ રવુંભાઈ ખુમાણ ભગવાનભાઈ કાતરિયા લાલભાઈ લાડુમોર ભગીરથભાઈ કોટીલા મહામંત્રી મુકેશભાઈ ગુજરીયા વનરાજભાઈ વરુ પ્રતાપભાઈ બેપારિયા(સરપંચ ઉચૈયા) તખુભાઈ ધાખડા (સરપંચ ભચાદર) જેઠુરભાઈ ધાખડા(સરપંચ) વડ) મુકેશભાઈ સરવૈયા(સરપંચ છતડિયા) સહિતના ગ્રામજનો આગેવાનો ઉપસ્થિત રહ્યા