લાઠી તાલુકામાં સુજલામ સુફલામ જળ અભિયાન

લાઠી,
રાજ્યના સંબંધિત વિભાગો દ્વારા જળસંચયની કામગીરી અંતર્ગત વિવિધ કામો હાથ ધરવામાં આવે છે વર્ષ 2018 થી 2023 દરમિયાન ચોમાસા પહેલા રાજ્યમાં જળસંગ્રહનો વ્યાપ વધે તે મુજબના કામો લોક ભાગીદારી થી હાથ ધરવા માટે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવશે.સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ મુખ્યત્વે જળસંગ્રહના કામો જેવા કે તળાવ ઊંડા ઉતારવા હયાત ચેક ડેમો ઊંડા ઉતારવા તળાવના પાળા અને વેસ્ટ વિયરનું મજબુતીકરણ કરવું નદી ઓકળા કાસ ગટરની સાફ-સફાઈ જળ સ્ત્રોત માટેના નવીનીકરણના કામો તથા નવા તળાવો નવા ચેક ડેમો બનાવવા વન તલાવડી બનાવી ખેત તલાવડી બનાવી પીવાના પાણીનો બગાડ રોકવા માટે જનજાગૃતિ વગેરે જેવા કામો હાથ ધરવામાં આવશે.