ગુંદરણના ડબલ મર્ડરમાં 9 આરોપીઓને આજીવન કેદ

અમરેલી,
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામે વિશ્વ હિન્દુ પરિષદના જે તે સમયના લીલીયા તાલુકાના પ્રમુખ અજીતભાઇ ખુમાણ અને ભાજપના તાલુકા મંત્રી ભરતભાઈ ખુમાણ નામના બે કાઠી બંધુઓની કરપીણ હત્યાના કેસમાં આજે સાવરકુંડલાની સેસન્સ કોર્ટે કુલ 10 આરોપીઓ પૈકીના 9 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. અને ચાલુ કેસ દરમિયાન એક આરોપીનું મૃત્યુ થયેલ હોય તેની સામેનો કેસ એબેટ કરતો ચુકાદો આપેલ છે.આ કેસની હકીકત એવી છે કે, તા.30/11/2013 ના રોજ અમરેલી જીલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામમાં રહેતા તથા વિ.હિ.5 તથા ભાજપના અગ્રણી એવા કાઠી બંધુઓ ભરતભાઈ પવનભાઈ ખુમાણ તથા અજીતભાઈ પવનભાઈ ખમાણ ગુંદરણ ગામમાં સરકારી ગોડાઉન પાસે નવા ગોડાઉનનું બાંધકામ ચાલુ હતું ત્યાં હાજર હતાં. તે દરમ્યાન સાંજનાં આશરે 4-30 વાગ્યાનાં અરસામાં મામદભાઈ નુરમામદભાઈ દલ, ઈમરાનભાઈ મામદભાઈ દલ, ખાલીદભાઈ મામદભાઈ દલ, સલીમભાઈ અબ્દુલભાઈ દલ, હકીમભાઈ નુરમામદભાઈ દલ, દિનમહંમદ ભીખુભાઈ દલ, યુનુસભાઈ મનુભાઈ લાખાપોટા, સુમારભાઈ અબ્દુલભાઈ દલ, ઉસ્માનભાઈ નુરમામદભાઈ દલ, ઈસ્માઈલ ઉર્ફે મુન્નો યુનુસભાઈ લાખાપોટાએ અગાઉ થયેલી ફરીયાદનો ખાર રાખી, પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા ગેરકાયદેસર મંડળી રચી, પુર્વ આયોજીત કાવતરૂ ઘડી તથા બંદુક, તલવાર, ધારીયા, કુહાડીથી હમલો કરેલ. જેમાં બને ભાઈઓના મોત થતાં બેવડી હત્યાનો ગુનો દાખલ થયેલ. આ કામના બનાવની હકીકત દકુભાઈ ગીગાભાઈ જેબલીયાએ તા.30/11/2013ના રોજ આપેલ ફરીયાદ આધારે લીલીયા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ. રજી.નં.16/2013 થી ઈ.પી.કો. કલમ-143, 147, 148, 149, 302, 334 તથા આર્મ્સ એકટની કલમ-225(1) (બીએ) તથા જી.પી. એકટની કલમ-135 વિગેરે અન્વયે ફરીયાદ નોંધાવેલ, તેમજ ઈ.પી.કો. કલમ-120(બી) અને 201 નો ઉમેરો કરવામાં આવેલ જેમાં 10 આરોપીઓ સામે ગુનો દાખલ થયો હતો. લીલીયા પોલીસ સ્ટેશનનુ જયુ. અમરેલી સેશન્સ કોર્ટનું હોય જેથી કેસ ત્યાં કમીટ કરેલ અને ત્યાં અમુક મહત્વના સાહેદોની જુબાનીઓ લેવામાં આવેલ. ત્યારબાદ આ કેસ સાવરકુંડલાની એડી. સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર થયેલ અને બાકી રહેતો પુરાવો ત્યાં નોંધવામાં આવેલ. જેમાં મહત્વના પુરાવા તરીકે ફરીયાદી, નજરે જોનાર સાહેદ, પંચ સાહેદો, એફ.એસ.એલ. અધિકારી તથા પોલીસ ઓફીસરોની જુબાનીઓ લેવામાં આવેલ હતી. આ કેસમા વિદ્વાન સ્પે. પી. પી. અને ફરીયાદી તરફના વકીલોની દલીલોને ધ્યાનમાં લઈ સાવરકુંડલાના એડી. સેશન્સ જજ ડી. એસ. શ્રીવાસ્તવએ આરોપીઓ મામદભાઈ નુરમામદભાઈ દલ, ખાલીદભાઈ મામદભાઈ દલ, સલીમભાઈ અબ્દુલભાઈ દલ, હકીમભાઈ નુરમામદભાઈ દલ, દિનમહંમદ ભીખુભાઈ દલ, યુનુસભાઈ મનુભાઈ લાખાપોટા, સુમારભાઈ અબ્દુલભાઈ દલ, ઉસ્માનભાઈ નુરમામદભાઈ દલ, ઈસ્માઈલ ઉર્ફે મુન્નો યુનુસભાઈ લાખાપોટાને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમા સરકાર વતી સ્પે.પી.પી. અનિલભાઈ દેસાઈ તથા મુળ ફરીયાદી વતી એડવોકેટ નિતેશ કથીરીયા રોકાયા