બાબરામાં પોલીસના ઉઘરાણા સામે જિલ્લા પંચાયતના સભ્ય અને ભાજપ આગેવાન હિંમત દેત્રોજા લાલઘુમ

બાબરા,
બાબરા પંથકમાં અંધેરી નગરી નેં ગંદુ રાજા જેવી પરિસ્થિતિ સર્જાય છે બાબરા શહેર અને તાલુકા ના ગામો માંથી આવતા છકડો રીક્ષાઓ મોટરસાયકલો તેમજ પેસેન્જર વાહનો ટ્રક ચાલકો પાસે બાબરા પોલીસ અને ટ્રાફિક પોલીસના હપ્તા રાજથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે ખેડૂતો દ્વારા પોતાનો માલ સમાન લઈ માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતો આવતા હોય ત્યારે તેમજ ગ્રામીવિસ્તારોમાંથી લગ્ન પ્રસંગ તેમજ ગામડામાં દુકાન ધરાવતા લોકો મોટરસાયકલ રીક્ષા લય ખરીદી કરવા આવતા રાહતદારીઓ પાસે પોલીસો દ્વારા વાહનો રોકી જેમા કે રીક્ષા છોટાહાથી મીની ટ્રક જવા વાહનોમાંથી હપ્તા ઉઘરાવવામાં આવે છે ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે મોટા વાહનો વગર રોક ટોક થકી , પ્રસાર થતા હોય છે જેમાં રેતી ના ડમ ફરો ભંગાર ભરેલા ટ્રકો અવર લોડિંગ વાહનો આ વાહન ચાલકો પાસે હપ્તા બાંધવામાં આવ્યા હોય છે એટલા માટે રોકવામાં નથી આવતા ત્યારે નાના વાહનો માટે બાબરાના શાહ પેટ્રોલ પંપ મામાપીર મંદિર ,ચિતલ રોડ, મારુતિ હોટલ પાસે, તેમજ કરિયાણા ચોકડી સહિત ભાવનગર રોડ ઉપર સહયોગ હોટલ પાસે બાબરા ટ્રાફિક પોલીસના જમાદરો અડીંગો નાખીને બેઠા હોય છે આવતા જતા વાહન તાલુકો પાસે રોકડા નાણા ઉઘરાવવામાં આવે છે આવી ફરિયાદ બાબરા તાલુકાના ભાજપના આગેવાન અને જિલ્લા પંચાયતના સભ્ય આને બાબરા તાલુકા ભાજપ ના આગેવાન હિંમતભાઈ દેત્રોજાને ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી આ અંગે હિંમતભાઈ દેત્રોજા દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે કે બાબરા પોલીસ દ્વારા સવારથી મધ્ય રાત્ર સુધી હપ્તા ઉઘરાવવામાં જ આવે છે હિંમતભાઈ જણાવ્યું હતું કે જો વાહન ચાલક પૈસા દેવામાં હાનાકાની કરે તો વાહનો ડીટેઇન કરવામાં આવે છે અગાવ પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા હપ્તા ઉઘરાવવાનું બંધ નથી થતું શ્રી હીંમતભાઇ દેત્રોજા એ ગુહ મંત્રી હર્ષ સંઘવી ને રજુઆત કરવા નું જણાવ્યું