અમરેલીમાં ઓર્થોપેડીક સાધનોનું લોકાર્પણ કરાયું

ચલાલા,
અમરેલીનાં સંત શિરોમણી પુ.જલારામ બાપાની 143મ પુણ્યતિથી નિમિતે અમરેલી જિલ્લામાં ગત જાન્યુઆરી માસમાં સ્થાપના પામેલ દર્દી નારાયણની સેવાર્થે શ્રી રઘુવીર સેના દ્વારા ઓર્થોપેડીક સાધનો કે જે શારિરીક તુટ ભાંગ અને આરામ કરવા માટે જરૂરી હોય તેવા સાધનોનું લોહાણા વિદ્યા ભવન અમરેલી ખાતે લોકાર્પણ કરેલ છે. આ સાધનોમાં વ્હીલ ચેર, ટોયલેટ સીટ, હવાવાળા ગાડલા, વોકર, પેશન્ટ માટે બેડ જેવા સાધનો કે જેમની પેશન્ટને જરૂરિયાતનાં સમયે મેળવવા માટે લાંબી દોડધામ કરવી પડતી હોય છે. શ્રી રઘુવીર સેના દ્વારા આવા કુલ 22 સાધનો વસાવામાં આવેલ છે જેનું અનુદાન રઘુવંશી સમાજનાં માનનીય દાતાઓ દ્વારા પુરી પાડવામાં આવેલ છે. આવા સાધનો જરૂરિયાતમંદ લોકો લોહાણા વિદ્યા ભવન અમરેલીખ ખાતેથી મેળવી શકશે અને પોતાની જરૂરિયાત પુર્ણ થયે પરત આપી જશે. આ સમગ્ર સાધનો મેળવી ઉપયોગ કરવા માટે કોઇ પણ પ્રકારનું ભાડુ લેવામાં આવશે નહીં એટલે કે, નિ:શુલ્ક સેવા પુરી પાડવામાં આવશે. જેનો લાભ સર્વ ધાર્મનાં લોકોને મળી રહે અને દર્દી નારાયણ કે તેના પરિવારજનો પરેશાન ન થાય તે હેતુથી સુક્ષ્મ પ્રયાસ કરેલ છે. આ પ્રયાસમાં અમરેલી શહેરનાં રઘુવંશી વીરલાઓએ પુર્ણ સહકાર આપેલ અને માત્ર અર્ધી કલાકનાં સમયમાં જરૂરિયાત ફંડ એકઠુ થઇ ગયેલ. આ કાર્યનાં ફંડની રકમ પુર્ણ થયા બાદ સ્વૈચ્છાએ દાન આપવા ઇચ્છતા લોકોનો પ્રવાહ પણ શરૂ થયેલ તેમને રઘુવીર સેનાની ટીમ દ્વારા વીવેક પુર્વક ના પાડી અને ભવિષ્યમાં થનાર પ્રોજેક્ટમાં સૌ પ્રથમ યાદ કરીશું તેવું વચન આપેલ. આ કાર્યક્રમમાં લોહાણા વિદ્યાર્થી ભવનનાં પ્રમુખ પ્રફુલભાઇ બાટવીયા તેમજ લોહાણા મહાજનના ઉપપ્રમુખ ભાવેશભાઇ સોઢાની પ્રેરક હાજરીની રઘુવીર સેના દ્વારા નોંધ લેવાઇ