અમરેલીમાં લોનસહાય ચેક વિતરણ કરાયાં

અમરેલી,
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રવ્યાપી ઁસ્ જીેંઇછવ-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત લીલીયા રોડ અમરેલી સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ એ સમગ્ર ભારતના 510 જેટલા જિલ્લાઓમાં 1 લાખથી વધુ એસ.સી, ઓબીસી અને સફાઈ કામદારો માટે ક્રેડિટ સપોર્ટ માટેનો કાર્યક્રમ છે. કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી જોડાઇને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમમાં સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડિયા વિસ્તારના ધારાસભ્યશ્રી વેકરિયા, પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, જિલ્લા કક્ષાએ આયોજિત આ કાર્યક્રમમાં નમસ્તે (શર્ચૌહચન છર્બૌહ ર્ખિ સ્ચબરચહૈજીગ જીચહૈાર્ચૌહ ઈર્બજઅજાીસ-શછસ્છજી્ઈ) અને પીએમ દક્ષ (પ્રધાનમંત્રી દક્ષતા અને કૌશલ્ય સંપન્ન હિતાગ્રહી યોજના) સહિત વિવિધ યોજનાઓના અમરેલી જિલ્લાના 1,238 લાભાર્થીઓને વિવિધ લાભોથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. ઁસ્ જીેંઇછવ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં સાંસદ નારણભાઈ કાછડિયાએ જણાવ્યુ કે, ભારત સરકાર દ્વારા કિસાન, યુવા, મહિલા અને ગરીબ એમ વિકાસના ચાર સ્થંભ પર વિવિધ કલ્યાણકારી યોજનાઓનું ઘડતર અને અમલીકરણ થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના અંતિમ અને વંચિત લાભાર્થી સુધી પહોંચી રહયો છે. જિલ્લાના 1,238 પૈકી ગુજરાત સફાઇ કર્મચારી વિકાસ અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, રાષ્ટ્રીય પછાતવર્ગ વિકાસ કોર્પોરેશન, ગોપાલક વિકાસ નિગમ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગુજરાત અલ્પસંખ્યા નાના અને વિકાસ નિગમ, ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સમાજ સુરક્ષા કચેરી સહિત વિવિધ કચેરી-નિગમોના 495 લાભાર્થીઓને સીધા ધિરાણ યોજના અન્વયે આવરી લઇ રુ.17,59,43,721ની સહાય-લોન કરવામાં આવી હતી. ઉપરાંત નગરપાલિકા વિસ્તારના 743 લાભાર્થીઓને પીએમ નમસ્તે યોજના (સફાઈ કામદારો માટેની યોજના) અન્વયે પીપીઈ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ. ઁસ્ જીેંઇછવ-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારી-બગસરા-ખાંભા વિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા, લાઠી-બાબરા વિસ્તાર ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી બિપીનભાઈ લીંબાણી, સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઉમંગરાય છાટબાર, જિલ્લા અને તાલુકા પંચાયત પદાધિકારીશ્રીઓ, જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પંડ્યા પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા.