અમરેલીમાં પોલીસે ખોવાયેલું પાકિટ શોધી આપ્યુ

અમરેલી,
કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમેરાઓની મદદથી 24*7 કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે.તા.07/03/2024 ના રોજ અમરેલી શહેરના નાગરીકશ્રી રાજેશભાઈ મોહનભાઇ પટેલ રહે. જેશીંગપરા શેરી નંબર 1 અમરેલી વાળા અમરેલી શિવાજી ચોકમાં પોતાનું સાડીનું પાર્સલ દેવા માટે ઉભેલ હતા ત્યા ખાનગી બસ આવેલ ત્યારે પોતે પોતાનું પાર્સલ આપી તેને પૈસા આપીને પોતાનું પાકીટ ત્યા પડી ગયેલ હોય જે પાકીટ અત્રેના શિવાજી ચોકના કેમેરામા દેખાય હોય જે પાકીટને સાયકલ વાળો પાકીટ નીચેથી ઉપાડી લઇને જતો જોવામાં આવતા હોય જેને ટ્રેક કરી તેનો ક્લીયર કરી અમરેલી સીટી પો.સ્ટે.ના બીટના જમાદારને જાણ કરી તે સાયકલ વાળાનો ફોટો આપી સાયકલ વાળાને શોધી તા.13/03/2024 ના રોજ અરજદારને તેમના પાકીટમાં તેઓના જરૂરી ડોકયુમેન્ટ જેવા કે, એ.ટી.એમ.કાર્ડ તથા આધારકાર્ડ તથા રોકડ રકમ સાથેનું પાકીટ અરજદારશ્રીને સહી સલામત સોપી આપેલ