અમરેલી જિલ્લામાં વાહન ચાલક સહિત 22 નસેડીઓ ઝડપાઇ ગયા

અમરેલી,
અમરેલી જિલ્લામાં ધારી, જાફરાબાદ, નાગેશ્રી, બાબરા, મરીન પીપાવાવ, દામનગર, સાવરકુંડલા રૂરલ, અમરેલી શહેરમાંથી પોલીસે જુદા જુદા સ્થળોએથી એક વાહન ચાલક સહિત 22 શખ્સોને નશો કરેલ હાલતમાં ઝડપી લઇ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જયારે જિલ્લામાં સાવરકુંડલા રૂરલ, લીલીયા, વડીયા, જાફરાબાદ, ખાંભા, બાબરા, ધારી, જાફરાબાદ મરીન, દામનગર, સાવરકુંડલા શહેર, રાજુલા, અમરેલી રૂરલ, બગસરા પોલીસે જુદા જુદા 19 સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી મુદામાલ સાથે 4 મહિલા સહિત 13 શખ્સોની ઝડપી પાડયા